સંસ્થા છેલ્લા ચાર વર્ષથી જ્ઞાન સંકલ્પ યોજના અંતર્ગત બ્રહ્મસમાજના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકોને પસંદ કરી ધોરણ 9થી 12ના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉઠાવે છે
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટ દ્વારા છેલ્લા ચાર વર્ષથી જ્ઞાન સંકલ્પ યોજના અંતર્ગત બ્રહ્મસમાજના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના તેજસ્વી બાળકોને પસંદ કરી ધોરણ 9 થી 12ના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી ઉઠાવવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટમાં સમસ્ત બ્રહ્મસમાજ ની કોર ટીમ પ્રખર કેળવણીકાર ગિજુભાઈ ભરાડ અને ગુલાબભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આ પ્રોજેકટના પ્રથમ વર્ષે 20 બાળકો પસંદ કરી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે રાજકોટની નામાંકિત શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રતિવર્ષ 20 બાળકો પસંદ કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ ને મુખ્યમંત્રીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ આવી જવાબદારી માટે આગળ આવે અને આવા સુંદર પ્રોજેકટ બદલ આયોજકોને બિરદાવ્યા હતા.
- Advertisement -
ગત વર્ષે પણ આ પ્રોજેક્ટના દિક્ષા સમારોહમાં પ્રખર ભાગવતાચાર્ય પ.પૂ.રમેશભાઈ ઓઝા અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને પ્રખર ભાગવતાચાર્ય પ.પૂ.રમેશભાઈ ઓઝાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે બ્રહ્મસમાજ આ તેજસ્વી બાળકોને ઉત્તમ શિક્ષણ આપે છે બાળકોએ સમાજનું આ ઋણ સ્વીકારી ભવિષ્યમાં પગભર થઇ સમાજ પ્રત્યેની પોતાની ફરજ અચૂક બજાવે તેવી અપીલ કરી હતી અને શિક્ષણ થકી સમાજ સેવાનું ભગીરથ કાર્ય કરવા બદલ આયોજકોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રોજેક્ટના સ્વપ્નદ્રષ્ટા કશ્યપ શુક્લ (બ્રહ્મસમાજ અગ્રણીશ્રી) અને દર્શિત જાની (પ્રમુખશ્રી સમસ્ત બ્રહ્મસમાજ-રાજકોટ)ની સંયુક્ત યાદી જણાવે છે કે બ્રહ્મસમાજના આર્થિક જરૂરિયાતમંદ અને તેજસ્વી બાળકોને ઉત્તમ અભ્યાસ મળી રહે તેવી શુભભાવનાથી આ પ્રોજેકટ આજથી 4 વર્ષ પહેલાં શરૂ કરેલ અને સમાજના છેવાડાના પરિવાર સુધી ઉત્તમ શિક્ષણ મળી રહે અને કોઈ પરિવારનું બાળક આર્થિક બાબતને કારણે સારા શિક્ષણથી વંચિત ન રહે તે માટે અમો કટિબદ્ધ છીએ. જ્યોત સે જ્યોત જલતી રહે અને દરેક પરિવારના આવા દીપકો કુળદિપક બની પોતાના પરિવાર અને સમાજના આધારસ્થંભ બને તેવા શુભ આશયથી આ પ્રોજેક્ટ અમે હાથ ધર્યો છે. અને દરેક દાન કરતા વિદ્યા દાનનું મહત્વ અનેરું છે અને એ માટે નિમિત્તમાત્ર બન્યાનો આનંદ છે. જેમ જેમ આ પ્રોજેકટ આગળ વધતો જશે તેમ તેમ આર્થિક ભારણ પણ વધતું જશે પરંતુ એ માટે સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની શુભેચ્છા અને મદદ મળી રહી છે.જેમાં શ્રી મનીષભાઈ મદેકા (રોલેક્સ ઇન્ડ. પ્રા.લી) , શ્રી સુરેશભાઈ નંદવાણા (ભવાની ઇન્ડ. પ્રા.લી) , શ્રી મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ પ્રા. લી.) વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટમાં રાજકોટની નામાંકિત શાળાઓનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે જેમાં (1) સિસ્ટર નિવેદિતા સ્કૂલ શ્રી ઉષાબેન જાની, (2) શ્રી ભરાડ સ્કૂલ શ્રી જતીનભાઈ ભરાડ (3) શ્રી મુરલીધર સ્કૂલ શ્રી પ્રવિણાબેન જાની (4) ઇનોવેટિવ સ્કૂલ શ્રી નિરેનભાઈ જાની , (5) શક્તિ સ્કૂલ શ્રી સુદીપભાઈ મહેતા (6) તપોવન સ્કૂલ શ્રી પુષ્કરભાઈ રાવલ, (7) હોલી સેન્ટ સ્કૂલ શ્રી રાજુભાઈ ભટ્ટ વિગેરે શાળાઓનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ માટેના ફોર્મ તારીખ 7, મે શનિવાર સુધીમાં નીચેના સ્થળોએથી મેળવી ભરી દેવા વિનંતી. ત્યારબાદ પસંદગી સમિતિ દ્વારા એક પ્રવેશ કસોટી દ્વારા પસંદ થયેલ બાળકોને ધો.9 માં મેરીટ આધારીત પ્રવેશ આપવામાં આવશે વધુ માહિતી માટે દર્શિત જાની (પ્રમુખશ્રી) 9879009392, ડો અતુલ વ્યાસ (પ્રોજેકટ ઇન્ચાર્જ) 9824460842, કમલેશ ત્રિવેદી 9824291777 નો સંપર્ક કરવો.
આ માટેના ફોર્મ નીચેના સ્થળોએથી મેળવી અને ભરીને પરત કરવા.
(1)શ્રી મુરલીધર હાઈસ્કૂલ, 8/11, વર્ધમાનનગર, પેલેસ રોડ, રાજકોટ.
(2) ઈનોવેટિવ સ્કૂલ, મિલાપનગર મેઈન રોડ, પંચાયતનગર પાસે, યુનિ. રોડ, રાજકોટ.
(3) બ્રાહ્મણ બોર્ડિંગ, 6-રજપૂતપરા, ચેતના ડાઇનિંગ હોલ પાસે, રાજકોટ.
આ સમગ્ર પ્રોજેકટ માટે બ્રહ્મઅગ્રણી કશ્યપભાઈ શુક્લ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઇન્ચાર્જ ડો અતુલભાઈ વ્યાસ, દિપકભાઈ પંડ્યા, કમલેશભાઈ ત્રિવેદી, જનાર્દનભાઈ આચાર્ય, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, નલીનભાઈ જોશી, ડો દક્ષેશભાઈ પંડ્યા, યોગેન્દ્રભાઈ લહેરુ, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઈ જાની, નીલમબેન ભટ્ટ, ધાત્રીબેન ભટ્ટ, સુરભીબેન આચાર્ય, ભાવનાબેન જોશી વગેરે કાર્યરત છે.


