પાર્કિન્સનના દર્દીઓના આંતરડામાં જોવા મળતા ખાસ પ્રકારના બેક્ટેરિયા માટે જવાબદાર છે એન્ટિબાયોટિક દવાઓ, બેફામ રેચ અને આધુનિક ડેરીઓમાં ટિસ્યુ કલ્ચર પદ્ધતિથી બનતું દહીં જેમાં શરીર માટે જોખમી બેક્ટેરિયા સામે લડવાની તાકાત નથી હોતી
ઇંગ્લેન્ડના સર્જન ડૉ. જેમ્સ પાર્કિન્સને 1817માં પ્રસ્થાપિત કર્યું હતું કે કંપવા જ્ઞાનતંતુનો રોગ નથી બલ્કે પાચનનો રોગ છે, તેમના નામ પરથી જ શરીરમાં ધ્રુજારી પેદા કરતા રોગને પાર્કિન્સન નામ આપવામાં આવ્યું હતું
- Advertisement -
અબજો ડોલરનો વેપલો ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ નબળા પાચન અને કબજિયાતના કારણે થતા પાર્કિન્સનની કોઈ દવા કેમ વિકસાવતી નથી? શું તે આવી દવા વિકસાવવા અક્ષમ છે?
મેડીકલ માયાજાળ
– ડો.મનીષ આચાર્ય
પાર્કિન્સન નામના રોગને આપણા મહે મોટા ભાગના લોકો જ્ઞાનતંતુઓનો રોગ મને છે. ડોકટરો પણ આવું જ કહેતા હોય છે. પરંતું સત્ય એ છે કે આજથી 203 વર્ષ પહેલાં 1817માં પાર્કિન્સન રોગ વિશે પાયાનું સંશોધન કરનાર ઇંગ્લિશ સર્જન જેમ્સ પાર્કિન્સને તે જ સમયે એવું સ્પષ્ટ કર્યું હતું કે પાર્કિન્સન નો ઉદભવ આંતરડામાં થાય છે. આ જેમ્સ પાર્કિન્સન એક અત્યંત વિચક્ષણ સર્જન હોવા ઉપરાંત અચ્છો ભૂસ્તરશાસ્ત્રી હતો. તે એક ઉચ્ચ દરજ્જો “એપોથેકરી” એટલે કે, ઔષધો ડેવલપ કરી, તેનું નિર્માણ કરી તેનું વેચાણ પણ તે જ સાંભળતો હતો. તે એક સારો “પાલીએન્તોલોજિસ્ત” હતો, એટલે કે અશ્મિભૂત અવશેષો ખડક વિગેરેના અભ્યાસ પરથી હજારો વર્ષ પહેલાંના પૃથ્વી પરના જીવન, સજીવોના પરસ્પરના સંબંધો વિગેરેનો તજજ્ઞ અભ્યાસુ હતો. ઇંગ્લેન્ડના રાજકારણમાં તેની ઉચે સુધી પહોંચી હતી અને તેણે અનેક રાષ્ટ્રવ્યાપી આંદોલનોનું નેતૃત્વ કર્યું હતું. તેમની શૈક્ષણિક લાયકાત FGS હતી.
- Advertisement -
તેઓએ 1817માં લખેલા ‘એન એસે ઓન ધ શેકિંગ પાલ્સી‘ નામના મહાનિબંધે તે સમયમાં અને ત્યાર પછીના સમયમાં વ્યાપક ચર્ચા જગાવી હતી. આ સંશોધનપત્રમાં તેઓએ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં સહુ પ્રથમ વખત “પેરાલિસીસ એજીટન્સ” નું વર્ણન કર્યું હતું. બાદમાં જીન-માર્ટિન ચાર્કોટ દ્વારા જેમ્સ પાર્કિન્સનના સન્માનમાં તેને પાર્કિન્સનનું નામ આપવામાં આવ્યું હતું. પાર્કિન્સન એટલે આયુર્વેદમાં જેને કંપવા કહેવામાં આવે છે તે. અત્યંત ગૌરવની વાત છે કે અંગ્રેજો કરતા હજજારો વર્ષ પહેલાં આપણે આ રોગને ઓળખી તેના ઈલાજ શોધી શક્યા હતા પણ અત્યંત ખેદની વાત છે એ કે આજે ભાગ્યે જ કોઈ વૈદ કંપવાની ખાત્રીબદ્ધ સારવાર કરે છે. જેવો તેવો પ્રાકૃતિક ચિકિત્સક પણ આવો કેસ હાથમાં લેતાં અપયશ મળવાની આશંકાથી ખચકાય.
1817માં ડોકટર જેમ્સે પાર્કિન્સન અંગે નિષ્કર્ષ રજૂ કર્યા પછી પાર્કિન્સનના કારણો અંગે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના સંશોધનોનો વળી એક જુદો ઇતિહાસ છે પરંતુ તથ્ય એ છે કે એલોપથી ડોક્ટરોએ વ્યવહારની પ્રેક્ટિસમાં પેટના સ્વાસ્થ્યને જોઈએ એટલું મહત્વ આપ્યું નથી. આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં આ ક્ષેત્રના છેલ્લા સંશોધનો અત્યંત રસપ્રદ છે અને તે જણાવે છે કે પાર્કિન્સન વાસ્તવમાં એક નહી પણ બે અલગ અલગ રોગ છે. નવા સંશોધનો કહે છે કે તે શરીરના બે જુદા જુદા ભાગમાં ઉદભવ પામે છે. ડેન્માર્કના બ્રેઇન ઈમજીંગના આધાર પર થયેલા આ સંશોધનો જણાવે છે કે અનેક કિસ્સાઓમાં આ રોગ આંતરડાંના ચેતાતંત્ર માં ઉદભવે છે અને ત્યાંથી તે જ્ઞાનતંતુઓ દ્વારા મગજના અમુક ચોક્કસ કેન્દ્ર સુધી પહોંચે છે.આ નવા સંશોધનો પાર્કિન્સન અલગ અલગ પ્રકારના લક્ષણો બાબતે વિસ્તૃત છણાવટ કરે છે. અત્યાર સુધી એક જ રોગ માનવામાં આવતો હતો અને તેની વ્યાખ્યા હલન ચલનમાં નિયંત્રણના અભાવના રોગ તરીકે કરવામા આવી હતી. પરંતુ દર્દીઓનાં લક્ષણો વચ્ચે આટલો મોટો ફર્ક કેમ હોય છે તે વિશે લાંબા સમયથી આધુનિક ચિકિત્સા વિજ્ઞાન અસ્પષ્ટ છે.
મહત્વના જે બે મુદ્દા છે તે માંહે સહુ પ્રથમ મુદ્દો એ છે કે આયુર્વેદમાં જ્યારે આ રોગ બાબતે હજજારો વર્ષ પહેલાં આટલું તલસ્પર્શી વિવરણ થઈ ચૂક્યું છે તે પછી આજે કેટલા કવોલિફાઇડ વૈદ્યો કંપવા એટલે કે પાર્કિન્સનની ખાત્રીબદ્ધ સારવાર આપી શકે છે? આ સવાલનો જવાબ અત્યંત નિરાશાજનક છે. સરકાર દર વર્ષે આયુર્વેદ અભ્યાસ સંશોધન અને વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવે છે પણ તેના અપેક્ષિત પરિણામો મળી રહ્યા નથી. આ સ્થિતિ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે જે રોગ વીશે પ્રાચીન સમયમાં આપણી પાસે થોકબદ્ધ જાણકારી હતી તે રોગ સામે 21મી સદીમાં આપણે લાચાર છીએ.
ડૉ. જેમ્સ પાર્કિન્સને 200 વર્ષ પહેલાં અત્યંત સ્પષ્ટ રીતે પ્રસ્થાપિત કર્યું હતું કે પાર્કિન્સનમાં શરીરના હલન ચલન પર નિયંત્રણ રાખતા જ્ઞાનતંતુઓની કાર્યવાહી જરૂર ખોરવાઈ જાય છે પણ જ્ઞાનતંતુઓની કાર્યવાહી ખોરવાઈ જવાનું કારણ કેવળ મગજમાં ઘટતી કોઈ સ્વતંત્ર ઘટના નથી. પાર્કિન્સનના મૂળ મગજમાં જ હોય તેવું બહુ ઓછું બને છે. આયુર્વેદમાં વર્ષો પહેલા કહેવાયું છે તેમ પાર્કિન્સન પણ પાચનના અભાવે અને કબજિયાતના કારણે થતો રોગ છે. આયુર્વેદની આ વાતને પશ્ચિમી વિજ્ઞાનમાં વ્યાપક પરીક્ષણો પછી માન્ય પણ રાખવામાં આવી, આયુર્વેદથી બે ડગલાં આગળ વધીને પશ્ચિમે વિજ્ઞાનમાં એ પણ પ્રસ્થાપિત થયું કે આંતરડા અને હૃદય આપણા મગજ દ્વારા નિયંત્રિત નથી બલ્કે પોતાનું કામકાજ સંભાળવા તેની પાસે પોતાની સ્વતંત્ર ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. પોતે ક્યારે શું કરવું તે બાબતે ૠીિં (આંતરડા) અને હ્રુદય જાતે જ ત્વરિત નિર્ણય લે છે. પોતાને જરૂરી રસાયણો તૈયાર કરવાની પ્રક્રિયાનું પણ તે જ આયોજન અને નિર્માણ કરે છે. આવા સીમાચિન્હ રૂપ સંશોધનો પછી આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે પાર્કિન્સનનો કોઈ અકસીર ઈલાજ છે ખરો? આયુર્વેદ કંપનીઓએ પાર્કિન્સન માટે કોઈ ફૂલપ્રૂફ ઔષધ સંયોજન વિકસાવ્યું છે ખરું? વાસ્તવમાં બહુ ગણ્યા ગાંઠ્યા વૈદ્યો આ ભયાનક રોગની સફળ સારવાર આપતાં હશે. પાર્કિન્સનના દર્દીની ખુદની અને તેના સમગ્ર પરિવારની જિંદગી ધૂળધાણી થઈ જતી હોવા છતાં આ રોગનો એકેય ચિકિત્સાશાસ્ત્ર પાસે સફળ ઉપચાર નથી.
આ વાત અત્યંત રહસ્યમય લાગે છે. અબજો ડોલરનો વેપલો ધરાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓ નબળા પાચન અને કબજિયાતના કારણે થતા પાર્કિન્સનની કોઈ દવા કેમ વિકસાવતી નથી? શું તે આવી દવા વિકસાવવા અક્ષમ છે? અત્યંત ચોંકાવનારી વાત એ છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન દ્વારા અસાધ્ય એવા રોગની “સંક્ષિપ્ત સૂચી” 114 પાનાંની છે છતાં એલોપેથ કંપનીઓ તમામ રોગની દવાઓ(?!?) બનાવે છે, વેચે છે અને આધુનિક તબીબો આવા કોઈ પણ રોગની સારવાર માટે આપણી પાસેથી લાખો રૂપિયા વસૂલ પણ કરે છે!
પશ્ચિમી તબીબી વિજ્ઞાનના સંશોધનો કહે છે કે પાર્કિન્સનના દર્દીઓના આંતરડામાં જે બેક્ટેરિયા જોવા મળે છે તેવા બેકેરિયા અન્ય લોકોના આંતરડામાં હોતા નથી. આ બેક્ટેરિયા શરીરના હલન ચલન પર નિયંત્રણ રાખતી સૂચના પદ્ધતિ માટે જરૂરી એવા ડોપેમાઈન રસાયણને મગજ સુધી પહોંચવા દેતા નથી પરિણામે જ્ઞાનતંતુઓ નાશ પામે છે અને શરીર અનપેક્ષિત રીતે હલન ચલન કરે છે. શરીરમાં આવા અનિચ્છનીય બેક્ટેરિયાના ઉત્પાદન માટે એંતિબાયોટિક દવાઓની લાંબા ગાળાની અસરો જવાબદાર છે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે પાચન અને કબજિયાત માટે પણ કોઈ ખાસ સારવાર નથી. ઉલ્ટું તેની અનેકાનેક દવાઓ પાચન પ્રક્રિયા પર વિપરીત અસરો કરે છે. આયુર્વેદમાં આપવામાં આવતા આંતરડા રૂપી મગજની હાલત ખરાબ કરી નાખે છે અને આમ આ જટિલ રોગના લાખો દર્દીઓ જિંદગીભર હીણપત ભર્યું જીવન જીવે છે.