જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના નેતૃત્વમાં સમગ્ર ટીમ દ્વારા ચાલી રહેલી તૈયારી
ભાસ્કર શુક્લા, દિપક જોશી, નિધી ધોળકિયા અને મીરાંદે શાહ ભક્તિરસ રજૂ કરશે
- Advertisement -
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિશેષ થીમ આધારિત રાષ્ટ્રગીત રજૂ કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
જૈન વિઝન સંસ્થા દ્વારા આ વખતે બે વર્ષના કોરોનાકાળ પછી પહેલી વાર મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ભવ્ય રીતે ઉજવવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના માર્ગદર્શન હેઠળ ભાઈઑ અને બહેનોની આખી ટીમ આ આયોજનને સફળ અને ભવ્ય બનાવવા માટે પ્રયાસો કરી રહી છે. આ વખતે આ ઉજવણી અગાઉ ક્યારેય ન થઈ હોય તેવી ભવ્ય અને નવી જ થીમ આધારિત થવાની હોવાથી જૈન-જૈનેતરોમાં પણ ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
- Advertisement -
આ ઉજવણી બાલભવનમા થશે અને આ માટે મહાવીર નગરી ઊભી કરવામાં આવી રહી છે. ’ આવો રે આવો મહાવીર નામ લઈએ ’ શીર્ષક હેઠળ થનારી આ ઉજવણીની તૈયારીને જૈન સમાજના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા અગ્રણીઓ, અબાલ-વૃદ્ધ સૌએ બિરદાવી છે.
આ કાર્યક્રમમાં જાણીતા કલાકાર ભાસ્કર શુક્લા, દિપક જોશી, નિધી ધોળકિયા અને મીરાંદે શાહ ભક્તિરસ રજૂ કરશે. આ ગાયક કલાકારો ને સંગીતકાર આસિત કોટક નો સથવારો મળશે. જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીના જણાવ્યા અનુસાર જૈન શાસ્ત્રોમાં શાસન પ્રભાવનાના અનેક માધ્યમો વર્ણવેલા છે તેમાં સ્તવન ગીત અને સંગીત પણ ધર્મ પમાડવાનું તેમજ જિનશાસનને જીવંત રાખવાનું માધ્યમ છે. આ વખતે ભક્તિ સંગીતનો કાર્યક્રમ એટલો બધો અદભુત હશે કે શ્રોતાઓ મેરુ પર્વત નાં ઉદ્યાનમાં બેઠા હોય તેવો અનુભવ કરી શકશે.
જેમાં આવી નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે તે બાલ ભવનમાં સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત સમગ્ર ગ્રાઉન્ડમાં ગ્રીન ફ્લોરિંગ રેડ કાર્પેટ તથા એલઇડી સ્ક્રીન પણ મૂકવામાં આવી છે આ કાર્યક્રમને અનુરૂપ સ્ટેજ શણગાર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા લોકોના મન મોહી લે તેવી રીતે ઘડવામાં આવી છે આ કાર્યક્રમના આમંત્રણ કાર્ડ વોટ્સએપ , ઇમેઇલ, ફેસબુક તેમજ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રચાર-પ્રસારના માધ્યમથી સમગ્ર જૈન સમાજને આમંત્રિત કરવામાં આવ્યો છે જૈન વિઝનની બહેનો દ્વારા ચારેય ફિરકાના પ્રમુખો, જૈન સમાજના દાતા પરિવાર, વકીલો , ડોક્ટર, ઉદ્યોગપતિઓ અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ વગેરેને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
મિલન કોઠારીએ જણાવ્યું છે કે આ વખતના કાર્યક્રમમાં એક વિશેષ થીમ આધારિત રાષ્ટ્રગીત રજૂ કરવામાં આવનાર છે સંભવત: ગુજરાતમાં પ્રથમ વખત જૈન વિઝન દ્વારા પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. બહુ પડકારજનક હતું, 1947થી ર022 દરમિયાન પ્રતિ વર્ષ જન્મેલાં જૈનોને જ એક પ્લેટફોર્મ પર એકઠાં કરવા અને એક જ યુનિફોર્મ, એક જ બેકગ્રાઉન્ડ અને એક જ લય – ધૂનમાં રાષ્ટ્રગીત ’જનગણમન’ની અઢી મિનિટમાં એ તાજાં જન્મેલાં બચ્ચાંથી લઇને મહારથી જૈન અગ્રણીઓની એક વિડિયો ક્લિપ બનાવવી વગેરે પડકાર જનક હતું પણ સૌના સાથ સહકારથી આ ભગીરથ કાર્ય પણ પાર પાડવામાં આવ્યું છે.
આઝાદીનો અમૃત મહોત્સવ દેશ ઉજવી રહ્યો છે ત્યારે અને એ નિમિત્તે કશુંક નવતર કરવાના અજોડ મનસુબાને જૈન વિઝનની ઉદ્દાત ભાવના, ઇમાનદાર નિષ્ઠા અને લમણાં તોડ મહેનતથી આખરે સાકાર થયો અને ગુજરાત જ નહીં પણ આખા ભારતમાં અનન્ય રીતે સૌથી પ્રથમ ’જૈનોની રાષ્ટ્ર ભક્તિ’ને ચાર ચાંદ લગાવતુ એક સર્જન સંપન્ન થયું છે.
આઝાદીના 76 વરસ અને એ દરેક વર્ષે જન્મેલાં 76 જૈનો સાથેનું રાષ્ટ્રગીત પ્રભુ મહાવીર સ્વામિના જન્મ કલ્યાણક પવિત્ર અને પાવન દિવસે રિલીઝ થશે
જૈન વિઝનનાં આ કાર્યક્રમોનાં પથદર્શક પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે જયારે સમગ્ર આયોજનના પ્રમુખ તરીકે જીતુભાઈ બેનાણી અને સાયન-મુંબઈનાં અજયભાઈ શેઠ છે. આ કાર્યક્રમ માટે મુખ્ય સહયોગ રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુની મહારાજ સાહેબની પ્રેરણાથી સ્વ. સર્યુંબેન ચંદ્રકાન્તભાઈ શેઠ સ્મૃતિ ઉપલક્ષ( હસ્તે ઋષભ શેઠ), માતુશ્રી ઇન્દીરાબેન અનંતરાય કામદાર ( હસ્તે રાજેશભાઈ અને નીતિનભાઈ ), ગીરીશભાઈ પ્રાણલાલ ખારા ( હસ્તે પારસભાઈ અને જયભાઈ ) તથા સ્વ. માતુશ્રી ભારતીબેન ભુપતલાલ લાઠીયા પરિવાર તરફથી મળ્યો છ .