ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. 29થી તા. 4-04 દરમિયાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબિન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલુ, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી.દબાણ હટાવ શાખા દ્વારા રસ્તા પર નડતરરૂપ 35 રેંકડી-કેબિનો રેસકોર્સ ગ્રાઉન્ડ, ધરાર માર્કેટ, પાંજરાપોળ, પારુલ ગાર્ડન, મવડી મેઈન રોડ, પટેલ ક્ધયા છાત્રાલય, વિમલનગર મેઈન રોડ, કૃષ્ણનગર મેઈન રોડ, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવી હતી. જુદી જુદી અન્ય 189 પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી, જે ગાયત્રીનગર મેઈન રોડ, જ્યુબેલી, મવડી મેઈન રોડ, રેસકોર્સ ગ્રાઉન્ડ, હોસ્પિટલ ચોક, રેલવે જંકશન, રૈયા રોડ, ઢેબરરોડ, નંદનવન મેઈન રોડ, ચંદ્રેશનગર, કુવાડવા રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી.
- Advertisement -
723 કિ.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હતા તેને નંદનવન મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, મવડી મેઈન રોડ, જ્યુબેલી માર્કેટ, રેલવે જંકશન પરથી જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ રૂા. 75500 વહિવટી ચાર્જ આજી ડેમ ચોકડી, મહાપૂજા ધામ, ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ, રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના પરથી વસુલ કરવામાં આવ્યો હતો. રૂા. 1,20,605 મંડપ ચાર્જ જે જંકશન રોડ, રેલનગર, યાજ્ઞિક રોડ, મવડી રોડ, રૈયા રોડ, મોરબી જકાત નાકા, સેટેલાઈટ રોડમાંથી વસુલ કરવામાં આવ્યો હતો અને 118 બોર્ડ-બેનરો જે ચંદ્રેશનગર મેઈન રોડ, કણકોટ ચોકડી, જેટકો ચોક પરથી જપ્ત કરવામાં આવ્યા હતા.