ગઇકાલે રાજકોટના 33મા જિલ્લા પોલીસ વડા તરીકે જયપાલસિંહ રાઠોડે ચાર્જ સંભાળ્યો હતો
મોરબી અને ભાવનગરમાં લો એન્ડ ઓર્ડર ઉપર સારી લગામ જાળવી રાખનાર જયપાલસિંહ રાઠોડ કડક અને કાર્યદક્ષ અધિકારીની છાપ ધરાવે છે. તેઓ અગાઉ મોરબી જીલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવી ચુકયા છે. ગુન્હેગારોની નાડ પારખે છે.
મોરબી બાદ તેમણે ભાવનગર જીલ્લા પોલીસ વડા તરીકે નિમણુંક આપવામાં આવી હતી. રાજકોટ જીલ્લાના 33માં પોલીસ વડા તરીકે આજે તેમણે ચાર્જ સંભાળી લીધો હતો. પત્રકારો સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રની ગુનાખોરીથી વાકેફ છુ. રાજકોટ જીલ્લામાં લોકોના જાન-માલના રક્ષણ માટે સતત સક્રિય રહીશ. વધુમાં તેમણે જણાવ્યું કે, પોણા ચાર વર્ષમાં પુર્વ એસપી બલરામ મીણાના નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લામાં પોલીસ દ્વારા ખુબ સારી કામગીરી થઇ છે. આવનારા દિવસોમાં રૂરલ પોલીસ વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવશે. પોલીસ સ્ટેશને આવ્યા બાદ લોકોના પ્રશ્ર્નોનું સકારાત્મક નિકાલ કરવામાં આવશે. જેટલા પેન્ડીંગ કેસો છે તેના પર ધ્યાન આપવામાં આવશે અને જીઆઇડીસી તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં વીજીટ કરીને લોકોની સુરક્ષાં વધારવા માટે પ્રયાસો કરવામાં આવશે તેમજ પેટ્રોલીંગ વધુ કડક કરવામાં આવશે.
- Advertisement -
નવ નિયુકત પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આજે ચાર્જ સંભાળતા રાજકોટ રૂરલ પોલીસ વિભાગના અધિકારીઓએ તેમને પુષ્પગુચ્છઅર્પણ કરી વધાવ્યા હતા.