મોડી રાત્રે બસ સ્ટેશન પાસેની ઘટના: લોકોનાં ટોળા એકત્ર થયાં
લોખંડનાં પાઇપ, પથ્થરનાં ઘા કરી હુમલો કર્યો, 3ને ઇજા પહોંચી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કેશોદમાં ગઇકાલે રાત્રીનાં રામનવમીનાં બેનર તોડી નાખતા હંગામો મચી ગયો હતો. તેમજ આ ઘટનાનાં પગલે લોકોનાં ટોતળા એકત્ર થઇ ગયા હતાં. તેમજ બે લોકોને ઉપર હુમલો કર્યો હતો. આ ઘટનાનાં પગલે પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોંધી આગાળની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદમાં બેનર તોડી નાખ્યા બાદ લોખંડનાં પાઇપ અને પથ્થર વડે હુમલો કર્યો હતો. જેના પગલે 3ને ઇજા પહોંચી હતી. તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
બનાવની મળતી વિગત મુજબ કેશોદમાં રામનવમીની તૈયારીઓ ચાલી રહી છે. તેમજ શહેરમાં ઠેર ઠેર બેનર મારવામાં આવી રહ્યાં છે. ગઇરાત્રીનાં બસ સ્ટેશન પાસેનાં વિસ્તારમાં રામનવમીનાં બેનર તોડી નાખતા હંગામો મચી ગયો હતો. તેમજ વિશ્વ હિન્દુ પરીષદનાં કાર્યકર્તા અને લોકોનાં ટાળા એકત્ર થઇ ગયા હતાં.
આ ઘટનાનાં પગલે પોલીસ દોડી ગઇ હતી અને રાત્રીનાં પોલીસ ફરિયાદ નોધી હતી. ફરિયાદમાં જીગરભાઇ કેશુભાઇ દેવળીયાએ જણાવ્યું હતું કે, તા. 3 એપ્રિલનાં રાત્રીનાં રામનવમીનાં તહેવારને લઇ ઠેર ઠેર બેનર લગાડતા હતાં. રાજગોલાની બાજુની શેરીમાં કોઇને પોસ્ટર ફાડી નાખેલ તેવા સમાચાર મળ્યાં હતાં. બાદ બધા ત્યા પહોંચ્યાં હતા અને પોસ્ટર કોને ફાડી નાખ્યાની ચર્ચા કરતા હતાં. ત્યારે હીરાચંદ મખનસીંગ ચૌહાણ, અજયસીંગ મખનસીંગ ચૌહાણ અને અન્ય લોકો લોખંડનાં પાઇપ લઇને આવ્યાં હતાં અને મેહુલભાઇ નાનજીભાઇ ગોંડલીયાને માર માર્યો હતો. તેમજ બીજા ચાર વ્યકિતએ પથ્થરનાં છુટા ઘા કર્યા હતાં. જેમાં ઉમેશભાઇ ભટ્ટને માથામાં ઇજા પહોંચી હતી. તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસે હીરાચંદ ચૌહાણ અને અજયસીંગ ચૌહાણ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ હુમલો કરનાર સામે કાર્યવાહી શરૂ કરી હતી.
- Advertisement -
થોડો સમય તો વાતાવરણ તંગ બની ગયું હતું
કેશોદમાં રામનવમીનાં બેનર તોડી નાખવામાં આવ્યું હતું. જેના પગલે લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતાં. જેના કારણે આ વિસ્તારમાં થોડો સમય વાતાવરણ તંગ બની ગયું હતું. જો કે, ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો.