પરીક્ષા કેન્દ્રો ઉપર બંદોબસ્ત અને કેન્દ્રો ઉપર CCTVથી નિરીક્ષણ : આજે સોમવાર ધો.10માં ગુજરાતી, ધો.12 સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને ધો.12 સામાન્ય પ્રવાહમાં સહકાર પંચાયત – નામાના મૂળતત્વો
- ગુજરાતમાં 5094 બિલ્ડિંગોમાં 52257 વર્ગખંડોમાં 14.98 લાખ વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીની મહત્વની પરીક્ષા આપવા ઉત્સાહીત
બે વર્ષ પછી બોર્ડની ઓફલાઇન પરીક્ષાનો આજથી પ્રારભં થયો છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ધો.10 અને 12ના વિધાર્થીઓ આખા વરસની મહેનતનો નિચોડ ત્રણ કલાકની પરીક્ષામાં ઉતારી રહ્યા છે. આજે ધો.10માં પ્રથમ પેપર ગુજરાતી અને ધો.12 સાયન્સમાં ફિઝિકસ, 12 કોમર્સમાં નામાના મુળતત્વોનું પેપર છે. આજે પરીક્ષા કેન્દ્રો પર ઓલ ધ બેસ્ટ સાથેની શુભકામનાઓ સાથે પરીક્ષાર્થીઓનું મોઢું મીઠું કરાવી ગુલાબની પાંખડીઓથી વધાવીને સેનેટાઇઝર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં ધો.10 માટે 9,64,529 અને ધો.12 સાયન્સમાં 95982 અને સામાન્ય પ્રવાહમાં 4.25.834 વિધાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. કોરોના પછી પ્રથમ વખત ઓફલાઇન પરીક્ષા આપવા વિધાર્થીઓ બેઠા હોવાથી તેમનો ડર દૂર કરવા માટે શિક્ષણ તત્રં દ્રારા કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં ધો.10 અને 12ના કુલ 76,870 વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે નોંધાયા છે. જિલ્લામાં ધો.10માં 175 બિલ્ડિંગના 1592 બ્લોક પરથી 47,760 વિધાર્થીઓ આજે સવારે ગુજરાતીનું પેપર આપવા બેઠા છે જયારે ધો.12 સામાન્ય પ્રવાહકાં 79 બિલ્ડીંગમાં 731 બ્લોક પરથી 21,930 અને વિજ્ઞાન પ્રવાહમાં 30 બિલ્ડીંગમાં 359 બ્લોક પરથી 7180 વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
- Advertisement -
સવારે ન્યુ એરા સ્કુલ ખાતે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા, શાળા સંચાલક મંડળના અજય પટેલ સહિત અધિકારીઓ દ્વારા પરીક્ષાર્થીઓનું ફુલ અને મોઢું મીઠું કરાવી સ્વાગત કરાયું હતું.
સાથો સાથ પરીક્ષાર્થીઓ હળવાશભર્યા મુડમાં પરીક્ષા આપી શકે તે માટે વિધાર્થીઓ દ્રારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: દેશ વ્યાપી હડતાળનો પ્રારંભ: બેંકો સહિત અનેક સેવાઓ ખોરવાઇ
https://khaskhabarrajkot.com/2022/03/28/nationwide-strike-begins-disrupts-many-services-including-banks/