ખાસ ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં ભાજપે આજથી ઠેક-ઠેકાણે કમળના નિશાનો દોરવાનું શરૂ કર્યું છે. રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ, બહુમાળી ભવન ચોક સહિતની તમામ સરકારી, અર્ધ સરકારી કચેરીઓની દિવાલો પર, ઓવર-અન્ડર બ્રીજની દિવાલો, વીજ પોલ્સ, ટેલિફોનના થાંભલા સહિતની અનેક દિવાલો પર ભાજપી નેતાઓએ કમળ બ્રાન્ડ ચિત્રોથી રંગી નાખવા એક અભિયાન હાથ ધર્યું છે. જેના પ્રત્યાઘાત હરીફ રાજકીય પાર્ટીઓ પર પડી રહ્યા છે.
- Advertisement -

ભાજપી નેતાઓ જાણે જાહેર મિલકત ભાજપની હોય તેમ કમળના ચિત્રો દિવાલો પર ચિતરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાજકોટ પ્રમુખ શિવલાલ પટેલે વિરોધ કર્યો હતો અને કહ્યું કે, આ જાહેર દિવાલો ભાજપની માલિકીની નથી. આ અંગે વહીવટી તંત્ર પગલાએ તેવી પણ માંગ કરી હતી.



