400 પશુ પાલકોએ શિબિરમાં ભાગ લીધો:આધુનિક પશુપાલનએ બદલાતા સમયની માંગ : વીનુભાઇ રાજાણી
ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ વિકલ્પ: જોલીત બુસા
- Advertisement -
ખાસ ખબરસંવાદદાતા
મેંદરડા તાલુકાનાં અંબાળા ગામે પશુપાલન શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં 400 જેટલા પશુ પાલકોએ ભાગ લીધો હતો. તેમજ તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં પશુઓમાં કેટલાક રોગ આવી રહ્યાં છે. તેમજ પશુપાલન ખેતી જેટલો મોટો વ્યવસાય છે. ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરી વધુ આવક મેળવી તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
તેમજ આધુનિક પધ્ધતીથી પશુપાલન થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મેંદરડાનાં અંબાળા ગામે પૂર્વ મંત્રી જવાહરભાઇ ચાવડાની અધ્યક્ષતામાં પશુપાલન શિબિર યોજાઇ હતી. અંબાળામાં યોજાયેલી પુશપાલન શિબિરમાં 400 જેટલા પશુપાલક જોડાયા હતાં અને આ શિબિરમાં તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ શિબિરમાં સરકાર પશુપાલકો માટે અનેક યોજનાનો લાભ આપે છે.
- Advertisement -
આગામી દિવસોમાં મહિલાઓને પશુપાલન માટે ધીરાણ પેટે લોન પણ આપવામાં આવે છે. તેમજ તબેલા, દૂધ મશીન સહિતીની સહાય માટે સરકાર મદદ કરે છે. તેનો પશુપાલકોએ લાભ લેવા તજજ્ઞોએ પશુપાલકોને કહ્યું હતું. આ શિબિરમાં વીનુભાઇ રાજાણી,જોલીતભાઇ વીનભાઇ બુસા સહિતનાં આગેવાન હાજર રહ્યાં હતાં. મેંદરડા પંથકનાં યુવા અગ્રણી જોલીતભાઇ બુસા ખેડૂતોનાં પ્રશ્ર્નો હંમેશા આગળ રહે છે.
તેમજ ખેડૂતને ખેતી વિશેયક માહિતી અને ખેડૂતોને જાગૃત કરવામાં આગળ રહે છે. મેંદરડા પંથકમાં પશુ શિબિરનું આયોજન કર્યું હતું અને તેને સફળ બનાવી હતી. જોલીતભાઇ વીનુભાઇ બુસાએ કહ્યું હતું કે, દૂધ, ઘી સહિતની વસ્તુઓની કાયમી જરૂર છે. ખેડૂતોએ ખેતી સાથે પશુપાલન વ્યવસાય કરવો જોઇએ. જેનાથી ખેતીની આવક સાથે અન્ય આવક પણ મેળવી શકાય છે. ખેતી સાથે પશુપાલન શ્રેષ્ઠ વિકલ્પ છે. ખેડુતોએ ખેતી સાથે પશુપાલનને વધુમાં વિકસાવવો જોઇએ.