કોરોનાની વિદાય નિશ્ચિત બનતા સરકાર આગામી માસમાં નિર્ણય લેશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં કોરોના સંક્રમણ ઘટતા જ હવે સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ પુરી રીતે પ્રસ્થાપીત કરવાની તૈયારી શરુ થઈ ગઈ છે. કોવિડ કાળમાં 23 મહિના સુધી રેગ્યુલર આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ પર પ્રતિબંધ હતો પણ હવે મોદી સરકાર તેમાં નિર્ણય બદલવા જઈ રહી છે.
- Advertisement -
વૈશ્વિક રીતે પણ કોરોના કેસ ઘટયા છે અને અનેક દેશોએ પ્રવેશ પાબંધી પણ ઉઠાવી લીધી છે તે જોતા ફરી એક વખત આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ ટ્રેક પર આવે તે જરૂરી છે અને ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ તા.1 એપ્રિલથી તમામ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓને છૂટ અપાશે.
ફેબ્રુઆરી માસના અંતે દેશમાં કોરોનાના કેસ 10 હજાર આસપાસ આવી શકે છે અને માર્ચમાં કોરોનાને પૂર્ણ રીતે બાય બાય કહી દેવાશે. કોરોના અગાઉ લગભગ 2300 જેટલી આંતરરાષ્ટ્રીય ફલાઈટ દર મહીને ઉડતી હતી પણ હવે તે પુન: સ્થાપિત કરવાની તૈયારી થઈ ગઈ છે.