વેકિસનેશનમાં નિરાશા : સગર્ભાઓ કોરોના વેકિસન લેવાનું ટાળી રહી છે
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાનાં મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. જેનો એક માત્ર ઈલાજ વેકિસન છે. છતા સગર્ભા મહિલાઓમાં વેકિસનેશનને લઈને ઉણપ જોવા મળી રહી છે. દર વર્ષે અઢી કરોડથી વધુ સગર્ભાઓ બાળકને જન્મ આપે છે પણ છેલ્લા 7 મહિનામાં દેશમાં માત્ર 16.53 લાખ સગર્ભાઓએ જ કોરોનાની રસી લીધી છે. વસતીની દ્રષ્ટિએ વાત કરીએ તો ઉતર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ જેવાં રાજયોમાં વેકિસન લેનારી સગર્ભાઓની સંખ્યા ઓછી છે. સગર્ભાઓ કોરોના વેકિસન લેવાનું ટાળી રહી છે.
દેશમાં સૌથી વધુ કોઈ રાજયમાં સગર્ભાઓએ વેકિસન લીધી હોય તો તે મધ્ય પ્રદેશ છે. જે 5 રાજયમાં સૌથી વધુ સગર્ભાઓએ રસી લીધી છે તેમાંથી 3 રાજય દક્ષિણ ભારતનાં છે. દેશમાં ગત જુલાઇથી સગર્ભાઓ માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
નેશનલ ટેકિનકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશનના કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના ચેરમેન નરેન્દ્ર અરોડાનું કહ્યું હતું કે સગર્ભાઓ રસી ન લે તે જોખમી છે.
અત્યાર સુધીના અનુભવોના આધારે સ્પષ્ટ કહી શકાય કે, વેકિસન લેવાથી સગર્ભા કે ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર કોઇ પણ પ્રકારની આડઅસર નથી થતી જયારે વેકિસન ન લીધી હોય અને કોરોના સંક્રમણ થાય તો જોખમ અનેકગણું વધી જાય છે.