વિમાની ઈંધણમાં રેકોર્ડબ્રેક ભાવ વધારો કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર સરકારના નવા નાણાંકીય વર્ષના બજેટ પુર્વે આમ આદમીના ખાસ કરીને રાંધણગેસમાં રાહત મળી છે. આજે નવા મહિનાના પ્રથમ દિવસે રાંધણગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્સિયલ રાંધણગેસના સીલીન્ડરના ભાવમાં રૂા.91.50નો ઘટાડો થયો છે. દિલ્હીમાં હવે 19 કિલોના સિલીન્ડરનો ભાવ 1907 થયો છે. દેશમાં દર મહિને રાંધણગેસના ભાવમાં બદલાવ કરવામાં આવે છે. 14.2 કિલોના રાંધણગેસના સીલીન્ડરના ભાવ દિલ્હીમાં રૂા.899.50 યથાવત રહેશે. કલકતામાં આ ભાવ રૂ.926 છે. મુંબઈમાં રૂા.915.50 છે.
રાંધણગેસના ભાવમાં રાહતની સામે વિમાની ઈંધણમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. વિમાની ઈંધણ 8.5 ટકા મોંઘુ કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં વિમાની પ્રવાસ મોંઘો થવાની આશંકા છે. પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી પુર્વે જ રાંધણગેસમાં રાહત આપવામાં આવતા સારી રાજકીય અસર થઈ શકે છે.