અમર જવાન જ્યોતિ મામલે કોંગ્રેસના આરોપો પર કેન્દ્રની સ્પષ્ટતા
કહ્યું જે 70 વર્ષમાં ન થયું એ કર્યું તો એમાં પણ વિવાદ
અમર જવાન જ્યોતિ મામલે ચાલી રહેલા વિવાદ બાદ કેન્દ્રએ ખુલાસો કર્યો હતો. સાથો સાથ કોંગ્રેસ પર વળતો પ્રહાર પણ કર્યો હતો.
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી ખાતે આજકાલ રાષ્ટ્રીય સ્મારક અમર જવાન જ્યોતિનો વિવાદ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધી સહિતના ઘણા નેતાઓ કે જે કેન્દ્ર સરકારના અમર જવાન જ્યોતિ યુદ્ધ સ્મારક ખાતે ખસેડવાના નિર્ણય પર આપત્તિ જણાવી રહ્યા છે. તેઓ માટે કેન્દ્ર સરકારનો એક ખુલાસો સામે આવ્યો છે.
- Advertisement -
આ ઘટના અંગે ઘણી ગેરસમજ હતી કે આ મહાન જયોત બુઝાવવામાં આવી રહી છે પણ ખરેખર તેને નેશનલ વોર મેમોરિયલ ખાતે મર્જ કરવામાં આવી રહી છે.
મહાન શહીદો માટે સાચી શ્રદ્ધાંજલિ :
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ વોર મેમોરિયલ ખાતે અત્યાર સુધીના તમામ શહીદો માટે એક યુદ્ધ સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં માત્ર વિશ્વયુદ્ધ જ નહીં પરંતુ 1971 સહિત અત્યાર સુધીના તમામ યુદ્ધોનાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના નામ લખવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે તેને ‘સાચી શ્રદ્ધાંજલિ’ ગણાવી હતી.
અમર જવાન જ્યોતિ ઈન્ડિયા ગેટ ખાતે હતી તે 1971 ના શહીદોને અંજલિ આપવા માટે હતી; પરંતુ ત્યાં શહીદોના નામ લખાયા ના હતા. સરકારી સૂત્રોએ કહ્યું કે, સાત દાયકામાં શહીદો માટે યુદ્ધ સ્મારક ન બન્યું એ ખુબ શરમજનક બાબત છે. હવે જ્યારે આ મહાન સ્મારક બની રહ્યું છે ત્યારે તેને લઈને વિપક્ષ દ્વારા સતત વિવાદ ઊભો કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
આજે આયોજિત એક કાર્યક્રમમાં આ મશાલને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની જ્યોતમાં ભેળવી દેવામાં આવશે. ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, સમારોહની અધ્યક્ષતા એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણ કરશે. તેમના દ્વારા જ આ મહાન જ્યોત ભેળવવામાં આવશે.
બ્રિટન વતી યુદ્ધ લડનાર ભારતીય સૈનિકોની યાદમાં આ મહાન સ્મારકની રચના :
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયા ગેટ સ્મારક બ્રિટિશ સરકારે 1914-21ની વચ્ચે પ્રથમ વિશ્વયુદ્ધમાં બ્રિટન વતી યુદ્ધ લડનારા મહાન ભારતીય સૈનિકોની યાદમાં બંધાયું છે. બાદમાં અમર જ્યોતિને 1970માં પાકિસ્તાન પર ભારતની મોટી જીત બાદ યુદ્ધ સ્મારકમાં સામેલ કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તે તમામ શહીદ ભારતીય રક્ષા કર્મીઓનું નામ છે :
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં તે તમામ ભારતીય રક્ષા કર્મીઓનું નામ છે; જેમણે 1947-48થી વિભિન્ન યુદ્ધમાં રાષ્ટ્ર માટે પોતાના પ્રાણની કુરબાની આપી છે. પાકિસ્તાન વિરુદ્ધ ગલવાન ઘાટીમાં યુદ્ધ, ચીની સૈનિકોની સાથે સંઘર્ષ અને આતંકવાદ વિરોધી અભિયાનોમાં શહીદ સૈનિકોના નામ પણ આ પવિત્ર સ્મારકની દીવાલોમાં સામેલ છે.