બાબરા શહેરમાં કોરોના મહામારીમાંને ધ્યાને રાખી મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ શરીરની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી જે બાબરાની અલગ અલગ તાજીયા કમિટી દ્વારા અલગ અલગ તાજીયા બનાવવામાં આવ્યા હતા અને હાલ કોરોના મહામારીને કારણે તાજીયા માતમ માં રાખવામાં આવ્યા હતા ત્યારે લોકોને સલામ કરવા માટે માસ્ક પહેરીને ફરજીયાત આવુ અને સોશિયલ ડીસ્ટસ નું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતુ. બાબરા શહેરમાં એક નાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક તાજીયા માતમમાં રાખવામાં આવ્યા હતાં અને એક ઈગલશાહ પીર ની દરગાહ ખાતે રાખવામાં આવ્યા હતા અને કરીયાણા રોડ વિસ્તારમાં પણ રાખવામાં આવ્યા હતા આમ આ વખતે કોરોના મહામારીને ધ્યાને રાખીને મોહરમ શરીફની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી
આદીલખાન પઠાણ ( બાબરા )