રાજ્યમાં કોરોનની ત્રીજી લહેર વચ્ચે તમામ તહેવારોને જાણે કે ગ્રહણ લાગી ગયું છે. દરરોજ હજારોની સંખ્યામાં કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે, પતંગના હબ ગણાતા સુરતમાં ભારે મંદી જોવા મળી છે. ગુજરાતના તમામ જિલ્લાના લોકો દરવર્ષે સુરત આવીને પતંગ, ફીરકી અને દોરાની ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે પતંગ બજારમાં 25% ભાવ ઘટાડો જોવા મળ્યો છે.
સુરતની પતંગ બજારમાં જોવા મળી ગ્રાહકોની પાંખી હાજરી
- Advertisement -
દરવર્ષે સુરત ખાતે ડિસેમ્બર મહિનામાં જ પતંગ રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે, અને 5 કિલો સુધી પતંગ, દોરા, માંજા, ફીરકી વગેરેની ખરીદી કરતા હોય છે. આ વર્ષે જાન્યુઆરીમાં જ વેચાણ ધીમી ગતિએ શરુ થયું છે, અને પતંગ રસિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. આ વર્ષે પતંગ ઉદ્યોગ પાર માઠાં એંધાણ જોવા મળી રહ્યા છે.
એવું કહેવાય છે કે, જે એકવાર સુરતમાંથી પતંગ દોરાની ખરીદી કરી લે, પછી તેને બીજી કોઈ બજાર માફક નથી આવતી. ઉત્તરાયણને જયારે માત્ર 2 દિવસ બાકી છે, તો પણ લોકો કોરોનાને પગલે બિલકુલ પણ ખરીદી કરવા ઉમટ્યા જ નથી. વેપારીઓ તો હવે જથ્થાબંધ ખરીદીની આશાએ બેઠા છે.
વેપારીઓમાં છવાઈ ચિંતાની લાગણી
- Advertisement -
એક વેપારીએ અમારી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, ગત વર્ષ કરતા આ વર્ષે પતંગ બજારમાં ખુબ જ મંદી જોવા મળી છે. જે લોકોએ જથ્થાબંધ પતંગ દોરાનો ઓર્ડર આપેલો તે તમામે ઓર્ડર કેન્સલ કર્યો હોવાથી અમને તો નફો કમાવાની પણ તક નથી મળી, હવે તો ભાવ ટુ ભાવ માલ વેચાય તો પણ અમારી ઉતરાયણ સુધારી જશે.