સતત બરફવર્ષાથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે.
ખાસ-ખબર સંવાદદાતા
પહાડોમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારત શીતલહેરની ચપેટમાં છે. જો કે, ભારતીય હવામાન વિભાગે શુક્રવારે કહ્યું છે કે, 5 જાન્યુઆી 2022 સુધી ભારતના મોટા ભાગના વિસ્તારોમાં ઠંડીની લહેરથી રાહત મળશે. જેના કારણે રાજધાની દિલ્હીમાં પણ આવનારા અમુક દિવસોમાં કડાકાની ઠંડીથી રાહત મળી જશે. ત્યારે આ તમામની વચ્ચે શુક્રવારે દિલ્હીની વાયુ ગુણવત્તા ગંભીર શ્રેણીમાં રહી હતી. ઝેરીલી હવાને જોતા નિષ્ણાંત લોકોએ રજાના દિવસોમાં ઘરમાંથી બહાર નહીં નિકળવાની સલાહ આપી છે.
5 જાન્યુઆરી સુધી ઠંડીથી રાહત છે, પણ હવામાન વિભાગનું માનવું છે કે, થોડા દિવસ બાદ ઠંડી લહેરની બીજી દસ્તક આવશે. હવામાન વિભાગે 27 ડિસેમ્બરે દેશના અમુક રાજ્યોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતાઓ દર્શાવી છે. હકીકતમાં જોઈએ તો, પશ્ચિમ વિક્ષોભની અસર ફરી એક પડવાના કારણે 28,29 અને 30 ડિસેમ્બરે ઝારખંડના કેટલાય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.