ખેડૂત જ્યારે હજારોની સંખ્યામાં જમીનમાં બિયારણ નાખે છે ત્યારે ફકત ખેતરની માટી કે ભેજ જ નહીં, તે જમીનની નીચેથી આવતી ઊર્જા નક્કી કરે છે કે ક્યા બીજમાંથી છોડ થશે અને ક્યા બીજમાંથી નહીં. કેમ કે છોડની અંદર પણ મનુષ્યની જેમ કોષ બનવાની પ્રક્રિયાઓ થતી હોય છે અને તે થવામાં ભૂમિગત ઉર્જાનો મોટો પ્રભાવ રહેતો હોય છે.
સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ
- Advertisement -
પાછલા બે લેખમાં આપણે જમીનમાંથી આવતી ઉર્જાની અસર મનુષ્યો અને પ્રાણીઓ પર કેવી રીતે થાય છે તથા ક્યા પ્રાણીઓ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા પસંદ કરે છે તે વિશે વાત કરી હતી. આ અંકમાં આપણે વૃક્ષો અને જીઓપથિક સ્ટ્રેસના સંદર્ભમાં વાત કરીશું. પૃથ્વી પર બધા જ વૃક્ષો અને છોડ પર્યાવરણને લઈને સંવેદનશીલ જોવા મળે છે. તેમના પર હવા, પાણી, સૂર્યપ્રકાશ સાથે પૃથ્વીના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રની અસર થતી હોય છે.
જમીનમાંથી આવતી સ્ટ્રેસ લાઈન વૃક્ષોની નીચેથી પસાર થાય તો વૃક્ષોમાં નિયત સમયે ફળ ન આવવા, ફૂલ ન આવવા, ડાળીઓનો આડો-અવળો વિકાસ તેમજ સતત જીવાત કે ફંગસ સહિતની ગંભીર અસરો થાય છે
મનુષ્યો અને પ્રાણીઓના સંદર્ભમાં જોઈએ તો તે ગતિશીલ છે. તેની તેમના પર વાતાવરણમાં રહેલ સકારાત્મક કે નકારાત્મક ઉર્જા અલગ-અલગ સમયે તેમના સ્થાનના હિસાબથી અસર આપતી હોય છે. જ્યારે વૃક્ષ કે છોડ કોઈ એક નિશ્ર્ચિત જગ્યાએ વિકાસ કે પ્રસાર પામે છે તેથી તેમના પર આ ઉર્જાઓ સતત પ્રભાવ ધરાવે છે.
- Advertisement -
સામાન્ય વૃક્ષ સ્ટ્રેસ લાઈનને કારણેચેપગ્રસ્ત થયેલું વૃક્ષ
જમીનમાંથી આવતી સ્ટ્રેસ લાઈન વૃક્ષોની નીચેથી પસાર થાય કે આવી બે સ્ટ્રેસ લાઈન જો કોઈ વૃક્ષની નીચે જંકશન બનાવે તો ત્યાં ગાંઠો થવી (વૃક્ષને ગાંઠો થવામાં બેકટેરીઆ, ફંગસ સહિત બીજા પણ ઘણાં કારણ છે.) ફળવાળા વૃક્ષોમાં નિયત સમયે ફળ ન આવવા, ફૂલવાળા વૃક્ષોમાં ઓછી માત્રામાં ફૂલ આવવા તથા વૃક્ષોની ડાળીઓનો આડોઅવળો વિકાસ, ઝાડનું વિચિત્ર રીતે વાંકા વળી જવું કે એક લાઈનમાં રહેલ વૃક્ષોમાં સતત જીવાત કે ફંગસ થવી જેવા કારણો જોવા મળતાં હોય છે.
કેટલાંક ચોક્કસ સ્થળે કેમ વૃક્ષો વિકાસ નથી પામતા? શું તે જગ્યા નકારાત્મક નથી ને?
ભારતીય સંસ્કૃતિમાં પણ વૃક્ષોની ઉપયોગીતાને રોજબરોજના જીવનમાં વણી લેવામાં આવી છે, જેમ કે ગ્રહણ સમયે આવતા નકારાત્મક રેડિએશનથી અનાજને બચાવવા દર્ભને અનાજની અંદર રાખવાની પરંપરા છે.
જાણવા જેવું
- છોડના ખીલવા કે મુરઝાવામાં જમીનમાંથી આવતી ઉર્જા પણ જવાબદાર હોય છે.
- વૃક્ષો, એ તો પ્રકૃત્તિએ પક્ષીઓને તેમનો બંગલો બનાવવા માટે આપેલી જમીન છે.
- કાંટાળા વૃક્ષો અને અમુક પ્રકારની વેલ જમીનમાંથી આવતી નકારાત્મક ઉર્જામાં ખૂબ વિકાસ પામે છે.
- ફળ આપતાં વૃક્ષોને જમીનની સકારાત્મક ઉર્જા પસંદ છે.
- મધમાખીઓ જીઓપેથિક ઝોનમાં વધારે મધ બનાવે છે.
ઘણી વાર જોવામાં આવ્યું છે કે આવી જમીનમાંથી આવતી નકારાત્મક ઉર્જામાં વિકાસ પામતા વૃક્ષો પર વરસાદ કે વાવાઝોડામાં વીજળી પડવાના બનાવો બનતાં હોય છે અને તેથી જ ભારત અને પશ્ર્ચિમના જગતમાં આવી નકારાત્મક ઉર્જા પસંદ કરતા વૃક્ષોની નીચે સૂવાની મનાઈ કરવામાં આવી હતી. કાંટાળા વૃક્ષો અને અમુક પ્રકારની વેલ જમીનમાંથી આવતી નકારાત્મક ઉર્જામાં ખૂબ વિકાસ પામે છે. મોટાભાગના ફળ આપતા વૃક્ષો જીઓપથિક તણાવવાળી જગ્યામાં ઓછા ફળ આપે છે કે ફળ આપવામાં નિષ્ફળ જાય છે. ભારતીય સંસ્કૃતિમાં પણ વૃક્ષોની ઉપયોગીતાને રોજબરોજના જીવનમાં વણી લેવામાં આવી છે. જેમ કે ગ્રહણ સમયે આવતા નકારાત્મક રેડિએશનથી અનાજને બચાવવા દર્ભને અનાજની અંદર રાખવાની પરંપરા છે. તુલસીના છોડની પરિક્રમા કરવાથી વ્યક્તિનું આભામંડળ વિસ્તાર પામે છે તેથી દરરોજ તુલસીની પૂજા અને પરિક્રમા કરવાની પ્રથા રહી છે. આસોપાલવના પાન જો આંખ, કપાળ પર સ્પર્શ કરીએ તો નકારાત્મક વિચારો આવતા અટકે છે, તેથી નવા વર્ષમાં તથા શુભ પ્રસંગોએ ઘર પર આસોપાલવના તોરણ બાંધવાની પરંપરા રહી છે.