ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની ચૂંટણી ગ્લેમરસ બની છે.
- Advertisement -
મુંબઈની કામણગારી મોડલે ગુજરાતમાં સરપંચની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કાવીઠા ગામે યોજાયેલી સરપંચની ચૂંટણીમાં મોડલ એશ્રા પટેલે દાવેદારી કરી છે.
- Advertisement -
એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ (modeling) કરે છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે.
તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. એટલુ જ નહિ, શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે.
આ પણ વાંચો: પ્રિયંકા અને સુષ્મિતા સેનએ હરનાઝ સંધુને શુભેચ્છા પાઠવી
https://khaskhabarrajkot.com/2021/12/14/priyanka-and-sus…et-harnaz-sandhu/