ભૂમિગત ઉર્જા શું છે? અને તમારે તેના વિશે શા માટે ચિંતા કરવી જોઈએ?
જમીનમાંથી આવતી ઉર્જાની અસર મનુષ્ય, વૃક્ષો, પ્રાણીઓ અને બાંધકામ પર થતી હોય છે.
સ્પેસ, લેન્ડ & સેલ્ફ
– રાજેશ ભટ્ટ
– રાજેશ ભટ્ટ
ઘણીવાર ઘરની અંદર આપણે જોઈએ છીએ કે સામાન્ય બીમારીમાં ઠીક થતાં ઘણો સમય લાગી જાય છે અથવા બધા મેડિકલ રિપોર્ટ નોર્મલ હોવા છતાં શારીરિક, માનસિક પીડા કે બેચેની દૂર થતાં નથી.
ભૂમિગત ઉર્જાના નકારાત્મક લક્ષણો ભાગ-1
લોકડાઉન બાદના અનલોક પછી પ્રોફેશનલ કામસર મારે એક ઉદ્યોગપતિને મળવા જવાનું થયું ત્યારે તેમને ફેકટરીમાંથી એક ફોન કોલ આવતા તેઓ જરા ચિડાઈ ગયા હતા. ફોન મૂકતાં જ તેમણે ઉકળાટ ઠાલવેલો કે કરોડોનું આ નવું મશીન જ બેડલક લઈને આવ્યું છે!
- Advertisement -
મને આ વાત જરા વિચિત્ર લાગી, એટલે વિગતવાર પૂછતાં વાત કરી તો એ ઉદ્યોગપતિએ જણાવ્યું કે ફેકટરીમાં લગાડેલું મોંઘુદાટ મશીન વારંવાર બગડી જાય છે અને દર વખતે તેના એક્સપર્ટ રિપેરરને બહારગામથી રિપેર કરવા બોલાવવા પડે છે. એક મશીનનો પ્રોબ્લેમ સોલ્વ કરીએ ત્યાં મશીનના બીજા કોઈ પાર્ટમાં સમસ્યા ઉભી થાય છે.
મેં તેમને એક પ્રશ્ર્ન કર્યો કે આ મશીનની જગ્યા પર જે કઈપણ પહેલાં રાખ્યું હતું તે પણ વારંવાર બગડી જતું હતું કે? તેઓ વિચારમાં પડી ગયા. કેમ કે તે જગ્યા પર રાખવામાં આવેલ કોઈપણ મશીનમાં વારંવાર પ્રોબ્લેમ આવ્યા કરતા હતા. તે જગ્યા પર રહેલ દરેક વસ્તુઓમાં કોઈ ને કોઈ સમસ્યા સતત રહેતી હતી. મોટી ઓફિસની અંદર આપણે ઘણીવાર જોયું હોય છે કે કોઈ એક ટેબલ કે ડેસ્ક પર સ્ટાફ ટકતો જ નથી અથવા તેનું પર્ફોમન્સ અપેક્ષા કરતાં ખૂબ ઓછું આવવું અથવા તે જગ્યા પર બેસતા સ્ટાફનું વારંવાર બીમાર રહેવું, જેવા પ્રશ્ર્ન સતત આવતાં હોય છે. એકની એક સમસ્યા, તકલીફ, બીમારીના લક્ષણનો સામનો કરવાનો આવે ત્યારે મોટાભાગના લોકો તેને ગૂડલક- બેડલકના સમજી તેને ભાગ્ય પર છોડી દેવાનું આશ્ર્વાસન લેતાં હોય છે એવો મારો વર્ષોનો અનુભવ છે.
ઘણીવાર ઘરની અંદર આપણે જોઈએ છીએ કે સામાન્ય બીમારીમાં ઠીક થતાં ઘણો સમય લાગી જાય છે અથવા બધા મેડિકલ રિપોર્ટ નોર્મલ હોવા છતાં શારીરિક, માનસિક પીડા કે બેચેની દૂર થતાં નથી. એકની એક બીમારી વારંવાર થવી કે કોઈ પણ દવા ઝડપથી લાગુ ન પડવી તેવા લક્ષણો આપણે ઘણી વાર જોતાં હોઈએ છીએ.
- Advertisement -
કોઈ કારણ વગર બાળક સતત રડતું હોય તો આપણે તેને રોતલ ગણી લેતા હોઈએ છીએ, પરિવારના સભ્યોની એકની એક શારીરિક તકલીફ બીમારી થાય તો આપણે ડોકટર પાસે દોડી જતાં હોઈએ છીએ પરંતુ લાંબાગાળે પણ શારીરિક વ્યાધિ દૂર ન થાય તો તેને ગંભીરતાપૂર્વક લેવાનું ઓછું કરી દઈએ છીએ. મારે કામકાજ અર્થે દેશ-વિદેશના પ્રવાસો થતાં હોય છે, જેમાં અનેક લોકોને કહેતા સાંભળ્યા હોય છે કે જો હું કોઈપણ કામ કોઈ ચોક્કસ જગ્યાએ બેસીને કરૂં તો ચોક્કસ થઈ જાય છે પરંતુ ફલાણી જગ્યાએ બેસીને કામ કરીએ તો અનેક અડચણો આવે છે, આવું કેમ?
ઘર, ઓફિસ કે ફેકટરી બનાવવાની હોય તો તેની સકારાત્મક કે નકારાત્મક ઉર્જા કે એનર્જી કેવી છે તેનાં વિશે વિચાર કરવો જરૂરી છે.
સામાન્ય રીતે ઉર્જાના સંદર્ભમાં આપણે સૂર્યપ્રકાશને જોઈ અનુભવી શકીએ છીએ પરંતુ તે સિવાયની ન દેખાતી ઉર્જાઓનો પણ સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ આપણા જીવન પર ચોક્કસ પડે છે. આપણે ઘર બનાવતી વખતે આપણી જરૂરિયાતો જેવી કે બેડરૂમ, કિચન, લિવીંગ રૂમ, જીમ, સ્વીમીંગ પુલ, ટોયલેટ-બાથરૂમ વગેરે વિશે ઘણી ચોકસાઈપૂર્વક ગોઠવણી કરીએ છીએ પરંતુ જે જગ્યા પર બાંધકામ કરવાના હોય તેની ઉર્જા કે એનર્જી કેવી છે તે વિશે બહુ વિચાર કરતાં નથી. વર્ષોથી માનવી મુખ્યત્વે રોટી, કપડાં અને મકાનની આવશ્યકતાઓને પ્રાધાન્ય આપતો આવ્યો છે. હવે વિચાર એ આવે કે જો ખોરાક જ માનવીની તંદુરસ્તી નક્કી કરતો હોય કે વાતાવરણને અનુરૂપ કપડાંઓ શરીરને ગરમી કે ઠંડી આપી શકતાં હોય તો જે જગ્યા પર માનવી ઘર, ઓફિસ કે ફેકટરી બનાવવાની હોય તો તેની સકારાત્મક કે નકારાત્મક ઉર્જા કે એનર્જી કેવી છે તેના વિશે કેમ વિચાર ન કર્યો? વિશ્ર્વભરમાં જ્યારે વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર થયો ન હતો ત્યારે ભારતવર્ષના નિષ્ણાત તજજ્ઞોએ ઉર્જા-સંવેદનાઓ પારખી, અનુભવી અને ક્યાં અને કેવી રીતે ગૃહ નિર્માણ માટે સ્થળની પસંદગી કરવી તેના સિદ્ધાંતો આપ્યા.
આ પ્રકારના લક્ષણો ભૂમિગત ઉર્જા સંબંધી સમસ્યા સૂચક હોઈ શકે છે.
* રાત્રિના પૂરતી ઊંઘ (આરામ) કર્યા છતાં સવારે આળસ કે બેચેની લાગવી.
* કોઈ ચિંતા કે સમસ્યા ન હોવા છતાં રાત્રિના સમયસર ઉંઘ (નીંદર) જ ન આવવી.
* શારીરિક રીતે ફીટ હોવા છતાં રોગ પ્રતિકારક શક્તિ નબળી રહેવી.
* નિયમિત જીવનશૈલી હોવા છતાં કોઈ બીમારી વારંવાર થવી.
* બીમારીમાં દવા લાગુ ન પડવી અથવા સ્વસ્થ થવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગવો.
* ફેકટરીમાં કોઈ એક ચોક્કસ જગ્યાએ રહેલ મશીનનું પર્ફોમન્સ બરાબર ન હોવું અથવા તે લાઈનમાં રહેલ બધા જ મશીનમાં કોઈ ને કોઈ સમસ્યા આવવી.
* ફેકટરીમાં તૈયાર થતાં પાકા માલમાં રિજેકશન (ખામી) યુક્ત માલનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ હોવું.
* ઘર કે ઓફિસમાં ટી.વી., કોમ્પ્યુટર કે અન્ય ઈલેકટ્રીકલ ઉપકરણો વારંવાર બગડવા.
* ઘરમાં કોઈ મુખ્ય કારણ વગર નાના બાળકોનું ચિડિયાપણું કે સતત રડતાં રહેવું.
* કૂતરા જેવા પાલતુ પ્રાણીઓનું ઘરમાંથી જતાં રહેવું કે ઘરની અંદર કોઈ ચોક્કસ જગ્યા પર ન જવું.
* ગંભીર અને એક જ પ્રકારની બીમારી ઘરના એક કરતાં વધુ સભ્યને થવી.
* ઓફિસની અંદર કોઈ એક નિશ્ર્ચિત ટેબલ પર કોઈ પણ સ્ટાફનું લાંબા સમય સુધી ન ટકવું.
* ઘર, ઓફિસ કે ફેકટરીની અંદર કોઈ એક જગ્યાએ ઝાડ કે છોડનો વિકાસ ન થવો.
* મુખ્ય રસ્તાઓ પર કોઈ એક ચોક્કસ જગ્યા કે સ્પોટ પર જ અકસ્માત થવા.
* સારા બાંધકામ હોવા છતાં ઘરની દીવાલોમાં વારંવાર તિરાડો પડવી કે જમીનમાંથી ટાઈલ્સ ઉખડી જવી.
* હોસ્પિટલની અંદર કોઈ એક બેડ પર રહેલ દર્દીઓને રિકવર થવામાં સામાન્ય કરતાં વધારે સમય લાગવો.
* ફેકટરી કે ઓફિસની અંદર પૂરતી સગવડતાઓ આપવા છતાં સ્ટાફનું નોકરી છોડી જતાં રહેવું.
* કોઈ એક ચોક્કસ ઘરમાં- મકાનમાલિક કે ભાડૂઆતનું સતત બદલાતા રહેવું.
* ઘરની આસપાસ કીડી, નાની જીવાતો તથા બિલાડીઓનું સતત આવતાં રહેવું.
ભૂમિગત ઉર્જા દુષિત થવાનાં કુદરતી તથા માનવસર્જીત કારણો વિશે વિશેષ વાતો આવતા અંકે…