ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વહેલી સવારે સુરતમાં જહાંગીરપુરા મેદાને પહોંચી ગયા હતા. જયાં સવારે મોટાભાગના યુવાનો દોડની પ્રેક્ટીસ કરતા હોય છે.
અહીં આવીને હર્ષ સંઘવીએ LRDની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની મુલાકાત લીધી હતી. આ મેદાનમાં મોટી સંખ્યામાં ઉમેદવારો પરીક્ષાની તૈયારી કરવા આવે છે. હવે પરીક્ષા પણ નજીકમાં છે. ત્યારે ઉમેદવારોનો જુસ્સો વધારવા હર્ષ સંઘવી મેદાને પહોંચ્યા હતા.મહત્વનું છે કે આજથી જ LRDની શારીરિક પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ પ્રક્રિયા શરૂ થઈ છે જેમાં ૯ લાખ ૩૨ હજાર ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે. રાજ્યમાં 15 સ્થળોએ 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે જે જાન્યુઆરી સુધી ચાલશે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage
- Advertisement -
ત્યારે શારીરિક પરીક્ષામાં ઉત્તીર્ણ થવાં માટે ઉમેદવારો પૂરેપૂરી તૈયારીઓ કરી રહ્યા છે, રાજ્યના તમામ શહેરોનાં મોટાભાગનાં મેદાનો હાલ સવાર સાંજ ઉમેદવારોથી ભરાયેલા જોવા મળી રહ્યાં છે.
- Advertisement -
ત્યારે આજે રાજ્યનાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વહેલી સવારે મેદાન પર જઈને ઉમેદવારોનો જુસ્સો વધાર્યો હતો.પરીક્ષામાં બિન હથિયારધારી કોન્સ્ટેબલની ૫,૨૧૨ જગ્યા માટે ભરતી થશે.
જ્યારે હથિયારધારી કોન્ટેબલની 797 જગ્યા માટે થશે ભરતી થશે. તો SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. SRP સિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યા અનામત રાખવામાં આવી છે.
નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા અમારા ઓફિશ્યિલ ખાસ-ખબર Facebook પેજને લાઈક, ફોલ્લૉ અને શેર કરો
FACEBOOK – https://www.facebook.com/rajkotkhaaskhabar/?ref=pages_you_manage