છેલ્લા 17 વર્ષોથી ફેસબુક એક જ નામથી ઓળખાય છે, પરંતુ હવે તેની રી-બ્રાન્ડિંગની તૈયારીઓ ચાલી રહી છે.
અહેવાલ છે કે, ફેસબુકનું નામ બદલાવાનું છે અને તેની સત્તાવાર જાહેરાત ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે. આગામી સપ્તાહે ફેસબુકની એક ઇવેન્ટમાં નવા નામની જાહેરાત થઇ શકે છે.
ધ વર્જના અહેવાલ મુજબ, 28 ઓક્ટોબરે ફેસબુકની એક કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે, જેમાં માર્ક ઝુકરબર્ગ ફેસબુકના નવા નામની જાહેરાત કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફેસબુક એપ સિવાય કંપનીની અન્ય પ્રોડક્ટ્સ જેમ કે ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ઓક્યુલસ વગેરેના નામો અંગે મોટી જાહેરાત થઈ શકે છે, જોકે ફેસબુક દ્વારા આ રિપોર્ટ પર હજુ સુધી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.
- Advertisement -
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
https://chat.whatsapp.com/KIBi0LlhhGlLddmqgL0PA2
મેટાવર્સ પર ધ્યાન આપવા માટે ફેસબુક એક નવા નામની સાથે કંપનીને રીબ્રાંડ કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ જાણકારી એક રિપોર્ટમાં સામે આવી છે. CEO માર્ક ઝકરબર્ગ 28 ઓક્ટોબરે અન્યુઅલ કનેક્ટ કોન્ફ્રેન્સમાં કંપનીના નવા નામને લોન્ચ કરશે. જોકે રિપોર્ટ અનુસાર નામની જાહેરાત પહેલા પણ કરવામાં આવી ચુકી છે.
- Advertisement -
હકીકતે ફેસબુક સોશિયલ મીડિયાથી પણ આગળ નિકળવાની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ રવિવારે જાહેરાત કરી છે કે તે યુરોપમાં આવનાર પાંચ વર્ષમાં 10,000 નોકરીઓમાં ભરતી કરવાની તૈયારી કરી રહ્યું છે. જેથી કંપની મેટાવર્સ બનાવવામાં તેની મદદ લઈ શકે. કંપની મેટાવર્સને જ ફ્યુચર માની રહી છે.
આ સપ્તાહની શરૂઆતમાં જ ફેસબુકે કહ્યું હતું કે, તે હવે એક મેટાવર્સ કંપની બનવા જઈ રહી છે, જેના માટે તેણે 10,000 લોકોને નિયુક્ત કર્યા છે અને ભવિષ્યમાં અન્ય નિમણૂકો પણ થશે. મેટાવર્સ શબ્દ વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગ્યુમેન્ટ રિયાલિટી સમાન છે.
માત્ર ફેસબુક જ નહીં, પરંતુ વિશ્વની મોટી ટેક કંપનીઓ મેટાવર્સમાં રોકાણ કરી રહી છે. માર્ક ઝુકરબર્ગનું માનવું છે કે, આવનારા સમયમાં લોકો ફેસબુકને માત્ર એક સોશિયલ મીડિયા કંપની તરીકે નહીં, પરંતુ એક મેટાવર્સ કંપની તરીકે ઓળખે.
ફેસબુક તેના વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાના અનુભવોના નિર્માણ માટે પાંચ વર્ષમાં મોટા પ્રમાણમાં ભરતી કરશે. આ ભરતી અભિયાનમાં ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ, પોલેન્ડ અને સ્પેન સહિત અન્ય દેશોમાં લોકોને કામ પર રાખવામાં આવશે.