ઙજઈં ભગોરા તથા ટીમ દ્વારા નિયમ ભંગ કરનાર કર્મચારીઓ પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આજે છખઈ (રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન) ઓફિસ ખાતે ખાસ હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દરમિયાન બે વ્હીલર ચલાવતા અને હેલ્મેટ ન પહેરનાર વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગર આવતા સરકારી કર્મચારીઓ પણ ટ્રાફિક પોલીસની નજરમાંથી બચી શક્યા નહોતાં. નિયમ ભંગ કરનાર કર્મચારીઓ પાસેથી નિયમ મુજબ દંડ વસૂલવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ જીવન રક્ષક છે તે સંદેશ સાથે નિયમોના પાલન માટે કડક સૂચના આપવામાં આવી હતી.
ટ્રાફિક વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, માર્ગ અકસ્માતોમાં માથાના ગંભીર ઇજાઓથી બચવા હેલ્મેટ અનિવાર્ય છે અને નિયમો સૌ માટે સમાન છે-ચાહે સામાન્ય નાગરિક હોય કે સરકારી કર્મચારી. આવી ડ્રાઈવો આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.



