9,425 ભારતીય ઉત્પાદનો હવે ટેક્સ ફ્રી: યુરોપના બજારમાં મચશે ‘મેડ ઇન ઇન્ડિયા’ની ધૂમ
ભારત અને યુરોપિયન યુનિયન (ઊઞ)એ એક વ્યાપક મુક્ત વ્યાપાર સમજૂતી પર વાટાઘાટોને ઔપચારિક રીતે પૂર્ણ કરી લીધી છે, જે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતની મજબૂત થતી ભૂમિકાનો સ્પષ્ટ સંકેત છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલી આ ઐતિહાસિક સમજૂતીને ’મધર ઓફ ઓલ ડીલ’ કહેવામાં આવી રહી છે. આ સમજૂતીથી ભારતીય નિકાસ, એમએસએમઈ (ખજખઊ), કૃષિ અને સેવા ક્ષેત્રને વિશેષ લાભ મળશે. સાથે જ યુરોપિયન ઉત્પાદનો સસ્તા થશે અને સૌથી મોટી વાત, ભારતની વૈશ્વિક વ્યુહાત્મક સ્થિતિ મજબૂત અને સુદ્રઢ થશે એમ શ્રી પ્રદીપભાઈ ખીમાણીએ જણાવેલ છે. યુરોપિયન યુનિયન (ઊઞ) બાબતે વિશેષ માહિતી આપતા પ્રદિપભાઈ ખીમાણી જણાવે છે કે યુરોપિયન યુનિયન એ 27 દેશોનું રાજકીય અને આર્થિક યુનિયન છે જેનો વિસ્તાર 4233255 કિલોમીટર છે અને તેની વસ્તી લગભગ 45 કરોડ છે. યુરોપમાં કુલ 40 દેશો છે તેમાંથી 27 દેશો યુરોપિયન યુનિયન સભ્યો છે જેમાં 1. જર્મની 2.ફ્રાંચ, 3.યુનાઇટેડ કિંગડમ (ઞઊં) 4.ઈટાલી 5.સ્પેઈન 6. યુક્રેન 7.પોલેન્ડ 8.રોમાનિયા 9.નેધરલેંડ 10.બેલ્ઝીયમ 11. ગ્રીસ 12.પોર્ટુગલ 13.સ્વીડન 14.ચેક રિપબ્લિક 15.હંગેરી 16. ઓસ્ટ્રિયા 17. નેધરલેન્ડ 18. નોર્વે 19. ડેનમાર્ક 20.ફિનલેન્ડ 21. આયર્લેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયનમાં વિશ્વની વસ્તીના અંદાજે 6% વસ્તી વસે છે.
ભારતને નમાવવા માટે અમેરિકાએ 50 ટકા ટેરિફ લગાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે ભારત દબાણમાં આવી જશે, પરંતુ ભારત ઝૂક્યું નહીં અને અમેરિકન બજારનો વિકલ્પ શોધવાનું શરૂ કરી દીધું. ભારતે અત્યાર સુધી 15 દેશો સાથે એફટીએ (ઋઝઅ) કર્યો છે. હવે ભારતે 27 દેશોવાળા યુરોપિયન યુનિયન સાથે 27 તારીખે દ્વિપક્ષીય વેપાર સમજૂતી કરી છે, જે એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે અમેરિકા અને ટ્રમ્પને ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે – અમે ઝૂકવાના નથી. યુરોપિયન યુનિયન સાથે ભારતની ફ્રી ટ્રેડ ડીલ થવાથી ટ્રમ્પ બેચેન છે.
વૈશ્વિક અર્થતંત્રના નિષ્ણાતોનું કહેવું છે કે યુરોપિયન યુનિયનના આ 27 દેશો સાથે સંપન્ન થયેલી વેપાર સમજૂતી ભારતને એક આર્થિક મહાશક્તિ બનાવવાની દિશામાં નિર્ણાયક પગલું સાબિત થશે. આનાથી રોજગાર, રોકાણ, નિકાસ અને વૈશ્વિક પ્રભાવ ચારેય ક્ષેત્રોમાં ભારતને સ્પષ્ટ સરસાઈ મળશે. અમેરિકાની પરેશાનીનું કારણ સ્પષ્ટ છે; ટ્રમ્પ પ્રશાસનને લાગ્યું હતું કે ભારત તેની 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના ભરોસે બેસી રહેશે. પરંતુ ભારતના કર્મઠ નેતૃત્વએ યુરોપિયન યુનિયન જેવા મોટા બજારને પોતાની પહોંચમાં લાવી દીધું અને આ સમજૂતીથી પોતાના ઉત્પાદનો વેચવા માટે વિશ્વના બીજા સૌથી મોટા બજારના દરવાજા પોતાના માટે ખોલાવી દીધા.
યુરોપિયન યુનિયનના 27 દેશો અને ભારત વચ્ચે થયેલો આ એફટીએ(ઋઝઅ) વિશ્વની બે મોટી લોકશાહી વ્યવસ્થાઓને ઊંડા આર્થિક અને રાજકીય સૂત્રમાં બાંધે છે. આ સમજૂતી વૈશ્વિક કુલ સ્થાનિક ઉત્પાદન (ૠઉઙ) ના લગભગ 25 ટકા અને વૈશ્વિક વેપારના આશરે એક-તૃતીયાંશ હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે. લગભગ 2 અબજની સંયુક્ત વસ્તી ધરાવતું આ બજાર આવનારા વર્ષોમાં ઉત્પાદન, રોકાણ અને વપરાશનું વિશાળ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આ જ કારણે તેને વ્યાપારિક કરાર નહીં, પણ સહિયારી સમૃદ્ધિનું માળખું કહેવામાં આવી રહ્યું છે. આ સમજૂતી ભારતના 145 કરોડ નાગરિકો અને યુરોપિયન દેશોના 45 કરોડ લોકો માટે નવી તકોના દ્વાર ખોલશે.
કહેવું પડશે કે આજે જ્યારે દુનિયા સંરક્ષણવાદ અને વ્યાપાર અવરોધો તરફ ઝડપથી વધી રહી છે, ત્યારે ભારત અને યુરોપિયન યુનિયનનું મુક્ત વ્યાપારના પક્ષમાં ઉભા રહેવું, બહુપક્ષવાદ અને નિયમ આધારિત વૈશ્વિક વ્યવસ્થાને મજબૂતી પ્રદાન કરશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે વેપાર સમજૂતીની વાત 2007 માં શરૂ થઈ હતી, પરંતુ 2013 માં આ વાટાઘાટો થંભી ગઈ હતી. જૂન 2022 માં વાટાઘાટો ફરી શરૂ થઈ જે હવે સફળ થઈ છે. ભારત અને યુરોપિયન યુનિયન બંને બે મૂલ્ય-શૃંખલા (વેલ્યુ ચેન) ના અલગ-અલગ સ્તરો પર કામ કરે છે.
- Advertisement -
અમેરિકા સામે ઝૂકવાને બદલે ભારતે શોધ્યું વિશ્ર્વનું બીજું સૌથી મોટું બજાર
9425 પ્રોડક્ટ્સ પર ટેરિફ થશે ઝીરો, નિકાસમાં 75 અબજ ડોલરનો ઉછાળો આવશે
સ્માર્ટફોન નિકાસ 50 અબજ ડોલર વટાવશે, ચીન-વિયેતનામ સાથે સ્પર્ધામાં ભારત આગળ
- Advertisement -
ખજખઊ સેક્ટરને બુસ્ટર ડોઝ, યુરોપના 144 સર્વિસ સેક્ટરમાં ભારતીયો માટે દ્વાર ખુલશે
ભારત મુખ્યત્વે શ્રમ-પ્રધાન અને પ્રોસેસિંગ આધારિત વસ્તુઓની નિકાસ કરે છે, જ્યારે યુરોપિયન યુનિયન મુખ્યત્વે મૂડીગત વસ્તુઓ, અદ્યતન ટેકનોલોજી અને ઔદ્યોગિક ઉત્પાદનોનો પુરવઠો પૂરો પાડે છે. પ્રદિપભાઈ ખીમાણી વધુમાં જણાવે છે કે ગયા નાણાકીય વર્ષ 2024-25 માં ભારત અને 27 દેશોના સંગઠન ઈયુ વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો કુલ વેપાર 190 અબજ ડોલરથી વધુનો રહ્યો. જેમાં બંને પક્ષો વચ્ચે વસ્તુઓનો દ્વિપક્ષીય વેપાર 136.53 અબજ ડોલરનો હતો. ફ્રાન્સ, જર્મની, સ્પેન અને બેલ્જિયમ જેવા વિકસિત દેશો સહિત કુલ 27 દેશોવાળું ઈયુ વાર્ષિક 6 લાખ કરોડ ડોલરથી વધુની વસ્તુઓની આયાત કરે છે. જ્યારે ભારતની નિકાસ યુરોપિયન યુનિયનને માત્ર 76 અબજ ડોલરની છે અને આયાત 60 અબજ ડોલરની છે. હા, ભારતનો યુરોપિયન યુનિયન સાથે વેપાર સરપ્લસ (તીિાહીત) ચોક્કસ છે. યુરોપિયન યુનિયન ભારતમાં એક મોટું રોકાણકાર પણ છે, જેનું એપ્રિલ 2000 થી માર્ચ 2025 સુધી પ્રત્યક્ષ વિદેશી રોકાણ (ઋઉઈં) લગભગ 127.4 અબજ ડોલર હતું. યુરોપિયન રોકાણ ઉત્પાદન, વાહન, ઉર્જા, દવા, રસાયણ, બેંકિંગ અને વીમા જેવા ક્ષેત્રોમાં ફેલાયેલું છે.ભારત યુરોપના દેશોમાંથી મશીનો, પરિવહન સાધનો અને રસાયણોની આયાત કરે છે. જ્યારે ભારતમાંથી મશીનો, રસાયણ, લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, ખનિજ ઉત્પાદનો, આભૂષણો, કપડાં અને ચામડાની વસ્તુઓ નિકાસ થાય છે. ઈયુ અત્યારે આખી દુનિયામાંથી 750 અબજ ડોલરની ઈલેક્ટ્રોનિક્સ આઈટમ આયાત કરે છે. આમાં ભારતમાંથી ઈયુને અત્યારે માત્ર 12 અબજ ડોલરના ઈલેક્ટ્રોનિક્સ સામાનની નિકાસ થાય છે. હવે વેપાર સમજૂતી થવાથી ભારતીય સ્માર્ટ ફોન ચીન અને વિયેતનામ સાથે સ્પર્ધા કરી શકશે અને તેની નિકાસ 50 અબજ ડોલરથી ઉપર થવી શક્ય બનશે. એફટીએ લાગુ થયા પછી ટેરિફ અને બિન-ટેરિફ અવરોધોમાં ઘટાડો થશે, જેનાથી ભારતીય ઉત્પાદનોને યુરોપિયન બજારોમાં વધુ સ્પર્ધાત્મક ધાર મળશે. આનો સીધો લાભ ખેડૂતો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા શ્રમ પ્રધાન ક્ષેત્રોને મળશે. સેવા ક્ષેત્રને આ સમજૂતીથી મોટો લાભ મળવાનો છે. માહિતી ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ, નાણાકીય સેવા, સંશોધન અને વિકાસ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને યુરોપના બજારોમાં નવી સંભાવનાઓ મળશે. આ એફટીએથી ભારત અને યુરોપિયન યુનિયનના વિદ્યાર્થીઓ, કામદારો, સંશોધકો અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વ્યાવસાયિકોની અવરજવરને સુગમ બનાવવા, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક ગતિશીલ માળખાને આકાર મળશે. આ એફટીએ ભારત-ઈયુ વેપાર માટે માત્ર વેપારનો વ્યૂહાત્મક દસ્તાવેજ નથી, પરંતુ આર્થિક પુનર્ગઠન તરીકે ભારત અને ઈયુ માટે બદલાતા વૈશ્વિક વેપાર વાતાવરણમાં આગળ વધવાની તક આપનારો સાબિત થશે. આ એફટીએ હેઠળ બંને પક્ષો પરસ્પર વેપારવાળી 90 ટકાથી વધુ વસ્તુઓ પર આયાત ટેરિફ શરૂઆતથી જ ઘટાડી દેશે અથવા સમાપ્ત કરી દેશે, જ્યારે કેટલીક અન્ય વસ્તુઓ પર તેને આગામી વર્ષોમાં તબક્કાવાર રીતે હટાવવામાં આવશે.
આ એફટીએ વેપાર, રોકાણ, સ્વચ્છ અને હરિત ઉર્જા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સુરક્ષા અને સંરક્ષણ, ડિજિટલ પહેલ, કનેક્ટિવિટી, અવકાશ અને કૃષિના ક્ષેત્રોમાં પરસ્પર પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે વસ્તુઓ, સેવાઓના વેપાર અને નિયમો પર કેન્દ્રિત છે. અવકાશ સહયોગ, ભારત-ઈયુ એફટીએનો એક મહત્વપૂર્ણ ઘટક છે જે દાયકાઓના તકનીકી સહયોગ પર આધારિત છે. જ્યાં તે સ્વચ્છ ટેકનોલોજી, દવા અને સેમી-ક્ધડક્ટર જેવા ખાસ સેક્ટરમાં જરૂરી સપ્લાય ચેનને મજબૂત કરશે, ત્યાં જ દરિયાઈ સુરક્ષા, આતંકવાદ સામે લડવા અને ડિજિટલ સુરક્ષામાં પણ સહયોગ વધારશે.
જોકે, આ સમજૂતી આવતા નાણાકીય વર્ષથી લાગુ થશે, પરંતુ તેની અસર અત્યારથી જ દેખાવા લાગી છે. હવે ભારતને ટ્રેડ અને ટેરિફથી ધમકાવવું સરળ નહીં હોય. આ ડીલને ’મધર ઓફ ઓલ ડીલ’ એટલા માટે કહેવામાં આવી રહી છે કારણ કે તેના દાયરામાં વૈશ્વિક વેપારનો લગભગ એક-તૃતીયાંશ અને ગ્લોબલ જીડીપીનો 25 ટકા હિસ્સો આવશે. વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા (યુરોપિયન યુનિયન) અને ચોથી અર્થવ્યવસ્થા (ભારત) હવે સાથે-સાથે આગળ વધશે. ભારતીય નિકાસને 75 અબજ ડોલરની વધારાની પહોંચ મળશે. ખાસ વાત એ છે કે આ ડીલથી ભારતની 9425 પ્રોડક્ટ્સ પર યુરોપિયન યુનિયનના દેશોમાં લાગતો ટેરિફ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આ સમજૂતી ભારતીય ઉદ્યોગો માટે એક એક્સપોર્ટ એન્જિન સાબિત થશે. યુરોપિયન ગ્રાહકો સુધી ભારતીય ઉત્પાદકોની સીધી પહોંચ બનશે, જેનો સૌથી વધુ ફાયદો એમએસએમઈ સેક્ટરને થશે. આ ટ્રેડ ડીલથી યુરોપના 144 સર્વિસ સેક્ટરો સુધી ભારતીય વ્યાવસાયિકોની પહોંચ સરળ થઈ જશે તથા વિદ્યાર્થીઓને અભ્યાસ પછી ઓછામાં ઓછા 9 મહિનાના વિઝા મળશે. અત્યારે ભારતમાં આશરે 6 હજાર યુરોપિયન કંપનીઓ કામ કરી રહી છે. આંકડા મુજબ, છેલ્લા 10 વર્ષોમાં ઈયુ અને ભારત વચ્ચે વસ્તુઓનો વેપાર આશરે 90 ટકા જેટલો વધ્યો છે. વર્ષ 2024 માં 48.8 અબજ યુરોનો સામાન નિકાસ કરવામાં આવ્યો છે. આ સમજૂતી વેપાર સંબંધોમાં વિવિધતા લાવવા અને અમેરિકા તથા ચીન પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે. આનાથી દર વર્ષે ડ્યુટીમાં 4 અબજ યુરોની બચત થશે. ભારત હાલમાં અમેરિકન વેપાર નીતિ હેઠળ ઊંચા ટેરિફ ચૂકવણીથી ઉદ્ભવતી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. એવામાં આ સમજૂતી અસ્થિર ભૂ-રાજકીય પરિદ્રશ્ય અને અમેરિકા દ્વારા અનિશ્ચિત તથા અનિયંત્રિત વેપાર પ્રણાલી વચ્ચે ભારત માટે માત્ર નિકાસ વધારવાનું સાધન જ નહીં, પરંતુ વૈશ્વિક આર્થિક સંતુલનમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાની તક પૂરી પાડશે. કહી શકાય કે આ સમજૂતી વિશ્વ વ્યાપારમાં ઉથલપાથલ વચ્ચે બંને ભાગીદારો માટે વીમા કવચનું કામ કરશે. આ સમજૂતી બંને પક્ષોના સંબંધોમાં એક નવા યુગની શરૂઆત કરશે.



