ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ભરતી 2024-25ને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા ઉમેદવારો માટે બોર્ડે શારીરિક અને લેખિત પરીક્ષાના અંતે ક્વોલિફાઈડ થયેલા ઉમેદવારોની યાદી અને દસ્તાવેજ ચકાસણી (Document Verification) અંગેનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે.
પરીક્ષાના આંકડા અને પરિણામ
- Advertisement -
ભરતી બોર્ડ (જાહેરાત ક્રમાંક: GPRB/202324/1) દ્વારા લેવાયેલી આ પ્રક્રિયામાં કુલ 1,02,935 ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. જેમાંથી:
પેપર-1 (Part-A અને B): બંનેમાં અલગ-અલગ 40% ગુણ મેળવનાર 49,591 ઉમેદવારોના પેપર-2 (વર્ણનાત્મક) ચેક કરવામાં આવ્યા હતા.
ફાઈનલ ક્વોલિફાઈડ: પેપર-2માં 40 કે તેથી વધુ ગુણ મેળવનાર કુલ 8,679 ઉમેદવારો લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
- Advertisement -
દસ્તાવેજ ચકાસણી માટે કોને બોલાવાશે?
નિયમો મુજબ મેરિટના આધારે ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને હાલ ટોચના 1,023 ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉમેદવારોનું લિસ્ટ 29 જાન્યુઆરી 2026ના રોજ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે.
મહત્ત્વની તારીખો નોંધી લેજો
| વિગત | તારીખ અને સમય |
| કોલલેટર ડાઉનલોડ | 2 ફેબ્રુઆરી 2026 (બપોરે 2:00 વાગ્યાથી) |
| ડોક્યુમેન્ટ વેરિફિકેશન | 5 ફેબ્રુઆરી થી 10 ફેબ્રુઆરી 2026 |
| સ્થળ | ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ, ગાંધીનગર |
અનામત જાતિના ઉમેદવારોએ ભરતી બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા તમામ અસલ દસ્તાવેજો સાથે હાજર રહેવાનું રહેશે. કોલલેટર OJASની સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે.
PSI બનવાનું સપનું સેવતા રાજ્યના હજારો યુવાનોમાં આ જાહેરાત બાદ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે ઉમેદવારો મેરિટમાં સ્થાન પામ્યા છે, તેઓએ હવે કરાઈ ખાતે પોતાના ડોક્યુમેન્ટ્સ સાથે હાજર થવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.




