ST બસ સ્ટેન્ડ પાસે ખાનગી વાહનોનો અડીંગો; ટ્રાફિક પોલીસ અને છઝઘ તંત્રની નિષ્ક્રિયતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શહેરના વ્યસ્ત ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં ગેરકાયદે ખાનગી કારચાલકોનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. જઝ બસ સ્ટેન્ડની આસપાસ જ ખાનગી વાહનોએ કાયમી કબજો જમાવી દેતા સરકારી બસોને મુસાફરો લેવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, આ ખાનગી કારચાલકો મુસાફરોના બાવડા પકડીને જબરદસ્તી પોતાના વાહનમાં બેસાડતા હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે.
ટ્રાફિક પોલીસ અને છઝઘ વિભાગની આંખ નીચે જ આ ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. ખાનગી વાહનોના ખડકલાને કારણે સમગ્ર ચોકડી પર સતત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. મુસાફરોની સલામતી જોખમાતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. નાગરિકોની માંગ છે કે આ ગેરકાયદે ખાનગી સ્ટેન્ડ દૂર કરવામાં આવે અને મુસાફરોની હેરાનગતિ અટકાવવા કાયદેસરની કાર્યવાહી થાય.



