ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
સોના અને ચાંદીમાં તેજી અટકવાનું નામ નથી લઈ રહી. સોનાના ભાવમાં આજે 16,000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ચાંદી 21,000 રૂપિયા વધીને 4 લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
એક તરફ, શેરબજારમાં ઘટાડો અટકી રહ્યો નથી અને બીજી તરફ, સોના-ચાંદીમાં તોફાની તેજી ચાલુ છે. અત્યાર સુધી સોનું માત્ર 3 હજારથી 5,000 રૂપિયા વધી રહ્યું હતું, પરંતુ આજે સોનાએ રેકોર્ડ તેજી બતાવી છે. મલ્ટી કોમોડિટી માર્કેટમાં સોનું આશરે 16,000 રૂપિયા વધી ગયું છે, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 20 હજાર રૂપિયાની તેજી આવી છે અને તેણે 4 લાખ રૂપિયાનું સ્તર પાર કરી લીધું છે. પહેલીવાર ચાંદીની કિંમત 4 લાખ રૂપિયાને પાર પહોંચી છે.
માર્ચ વાયદા માટે ખઈડ પર ગુરુવારે ચાંદીનો ભાવ 21,276 રૂપિયા વધીને 4,06,642 રૂપિયા હતો, જે તેનું ઓલટાઇમ હાઇ લેવલ છે. તેવી જ રીતે, 2 એપ્રિલ વાયદા માટે સોનું 15,900 રૂપિયા વધીને 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું. આટલી મોટી તેજીને જોતા એક્સપર્ટ્સ રોકાણકારોને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે.
ખઈડ પર 21 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ 3.18 લાખ રૂપિયા પર હતો, જે હવે 88 હજાર રૂપિયા વધીને 4.05 લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે સોનું 21 જાન્યુઆરીએ 1.60 લાખ રૂપિયા પર હતું, જે હવે 33 હજાર રૂપિયા વધીને 1.93 લાખ રૂપિયા પર પહોંચી ગયું છે.



