કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે. એવામાં આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે.
આ નિયમોના દુરુપયોગનો ખતરો: સુપ્રીમ કોર્ટ
- Advertisement -
ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે.
સુનાવણી બાદ કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવતો છે. આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે.
75 વર્ષ પછી પણ આપણે જાતિઓની જાળમાંથી બહાર આવી શક્યા નથી: સુપ્રીમ કોર્ટ
- Advertisement -
ચીફ જસ્ટિસ આદેશ આપ્યો કે 2012ના જૂના નિયમો જ ફરી લાગુ કરાશે. નવા નિયમોમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી લાગે છે કે તેનો દુરુપયોગ થશે. સુનાવણી દરમિયાન અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, UGCની ધારા 3(C) ગેરબંધારણીય છે. સુનાવણી દરમિયાન દેશના ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ આ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું કે, આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.
રેગિંગ અંગે સુપ્રીમ કોર્ટની ગંભીર ટિપ્પણી
સુનાવણી દરમિયાન CJIએ સમાજમાં વધતી જતી વર્ગ અને ઓળખ આધારિત વિભાજનની વૃત્તિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રેગિંગ પર વાત કરતા CJIએ કહ્યું કે, રેગિંગમાં સૌથી ખરાબ એ થઈ રહ્યું છે કે દક્ષિણ ભારત કે પૂર્વોત્તરથી આવતા બાળકો પોતાની સંસ્કૃતિ સાથે લાવે છે, અને જે લોકો તે સંસ્કૃતિથી પરિચિત નથી હોતા, તેઓ તેમના પર ટિપ્પણીઓ કરવા લાગે છે.




