માઘ મેળા પ્રશાસન અને શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ વચ્ચેનો વિવાદ વધ્યો
માઘ મેળા પ્રશાસન વહીવટી તંત્રએ બીજી નોટિસ મોકલી કહ્યું-જવાબ આપો, નહીંતર અમે જમીન પાછી લઈશું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ અને માઘ મેળા પ્રશાસન વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે. 48 કલાકની અંદર પ્રશાસને અવિમુક્તેશ્ર્વરાનંદને બીજી નોટિસ મોકલી છે. તેમાં મૌની અમાસના દિવસે બેરિકેડ તોડવા અને બળજબરીથી ભીડમાં બગ્ગી ઘુસાડવા અંગે સવાલો કરવામાં આવ્યા છે. પૂછવામાં આવ્યું છે કે શા માટે તમને હંમેશા માટે માઘ મેળામાંથી પ્રતિબંધિત ન કરવામાં આવે. જો 24 કલાકની અંદર સંતોષકારક જવાબ નહીં મળે, તો સંસ્થાને આપવામાં આવેલી જમીન અને સુવિધાઓ રદ કરી શકાય છે. અવિમુક્તેશ્ર્વરાનંદના મીડિયા પ્રભારી શૈલેન્દ્ર યોગિરાજે જણાવ્યું કે પ્રશાસને બુધવારે સાંજે 7 વાગ્યે નોટિસ ચોંટાડી હતી, જેના પર 18 જાન્યુઆરીની તારીખ હતી. અવિમુક્તેશ્ર્વરાનંદે ગુરુવારે સવારે 8 વાગ્યે ત્રણ પાનામાં જવાબ મોકલી આપ્યો. આરોપોને ખોટા અને ભ્રામક ગણાવ્યા.
અવિમુક્તેશ્ર્વરાનંદે કહ્યું, ‘પ્રશાસન નોટિસનો ખેલ રમી રહ્યું છે. મેં હજુ સુધી મૌની અમાવસ્યા પર સ્નાન કર્યું નથી, તો હું વસંતનું કેવી રીતે સ્નાન કરી શકું? પહેલા, હું મૌની અમાવસ્યાનું સ્નાન કરીશ, અને પછી જ હું બીજું સ્નાન કરીશ.’ પહેલાં મને મૌની અમાવસ્યા પર સ્નાન કરવા દો.
કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદના શિબિરની મુલાકાત લીધી, પરંતુ મુલાકાત થઈ શકી નહી. તે સમયે અવિમુક્તેશ્ર્વરાનંદ પદયાત્રા પર નીકળી ગયા હતા.
જગદગુરુ રામાનુજાચાર્યએ કહ્યું, પ્રશાસનને અવિમુક્તેશ્ર્વરાનંદની માફી માંગવી જોઈએ અને વિવાદનો અંત લાવવો જોઈએ. જો જરૂર પડશે તો સંત સમુદાય દિલ્હીમાં આંદોલન પણ કરશે.
મંગળવારે રાત્રે અવિમુક્તેશ્ર્વરાનંદે 8 પાનાનો જવાબ મેળા પ્રશાસનને મોકલ્યો. તેમણે પ્રશાસનને ચેતવણી આપી છે કે જો તેમને આપવામાં આવેલી નોટિસ પાછી ખેંચવામાં નહીં આવે, તો તેઓ માનહાનિનો કેસ કરશે.
બીજી નોટિસના સવાલો અને અવિમુક્તેશ્ર્વરાનંદના જવાબો
સવાલ- મૌની અમાસના દિવસે તમે ઇમરજન્સી માટે રિઝર્વ રાખેલા પાન્ટૂન પુલ પરનો બેરિયર તોડ્યો. મંજુરી વગર બગ્ગી સાથે સંગમ જવા પ્રયાસ કર્યો. તેનાથી નાસભાગનું જોખમ ઊભું થયું. તમારા કારણે સુરક્ષાને ગંભીર ખતરો ઊભો થયો. શ્રદ્ધાળુઓને પાછા મોકલવામાં મુશ્ર્કેલી પડી. તમારા કૃત્યથી વ્યવસ્થા છિન્નભિન્ન થઈ.
જવાબ- કેટલાક અધિકારીઓએ જાણી જોઈને અવ્યવસ્થા ઊભી કરી. બાદમાં તેનો આરોપ શંકરાચાર્ય પર નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સીસીટીવી ફૂટેજ અને મીડિયા કવરેજથી સચ્ચાઈ સ્પષ્ટ દેખાય છે. શંકરાચાર્ય પાસે કોઈ બગ્ગી નથી. તેઓ પાલખીથી સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા.
સવાલ- તમે પોતાને શંકરાચાર્ય ગણાવીને મેળામાં બોર્ડ લગાવ્યા છે, જ્યારે સત્તાવાર રીતે તમારા શંકરાચાર્ય હોવા પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ છે. જો 24 કલાકની અંદર સંતોષકારક જવાબ નહીં મળે, તો સંસ્થાને આપેલી જમીન અને સુવિધાઓ રદ કરી શકાય છે.
જવાબ- શંકરાચાર્યની પદવીને લઈને ઉઠાવવામાં આવેલા સવાલ પર કહેવામાં આવ્યું છે કે આની વાત તમારા જેવા અધિકારીઓ ન કરે તો સારું રહેશે. આ સંબંધમાં વકીલ તરફથી 20 જાન્યુઆરીના રોજ ઈ-મેલ દ્વારા જવાબ મોકલવામાં આવ્યો છે.



