હિન્દુઓની હિજરત અટકાવતા કાયદાને લંબાવવા બદલ મુખ્યમંત્રી અને હર્ષ સંઘવીનો આભાર માનતા આગેવાનો; ભાજપ અને સંઘના કાર્યકરોની જહેમત રંગ લાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 ના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારાની મુદત આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવતા સ્થાનિક રહેવાસીઓ અને ભાજપના અગ્રણીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. 17 જાન્યુઆરી, 2026થી આ કાયદો રીન્યુ થતા વિસ્તારની ડેમોગ્રાફિક સ્થિતિ જળવાઈ રહેશે અને મિલકતોના આડેધડ વેચાણ પર અંકુશ રહેશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સ્વ. વિજયભાઈ રૂપાણીના નિર્ણયનું આશિર્વાદરૂપ પરિણામ આ પ્રસંગે સ્થાનિક આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને યાદ કરતા જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા જ્યારે આ વિસ્તારમાં હિન્દુઓ ગમે તે ભાવે મકાન વેચીને હિજરત કરી રહ્યા હતા, ત્યારે વિજયભાઈએ પોતાની દુરંદેશીથી પ્રથમ વખત અશાંત ધારો અમલમાં મૂક્યો હતો.
તેમના આ નિર્ણયથી હિન્દુઓની હિજરત અટકી હતી અને આજે પણ લોકો તેમના આ ઋણનો સ્વીકાર કરી રહ્યા છે.
સરકાર અને જનપ્રતિનિધિઓનો માન્યો આભાર આ કાયદાને વધુ પાંચ વર્ષ માટે લંબાવવા બદલ રહેવાસીઓએ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને સાંસદ પુરૂષોત્તમભાઈ રૂપાલાનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. આ કાર્યમાં મીડિયા જગતે પણ સકારાત્મક ભૂમિકા ભજવી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.
35 સભ્યોની ટીમ સતત કાર્યરત વિસ્તારમાં કોઈને અન્યાય ન થાય તે માટે ભાજપ અને સંઘ સાથે જોડાયેલા 35 લોકોની ટીમ સતત સક્રિય રહે છે. આભાર વ્યક્ત કરનારાઓમાં ધર્મેન્દ્ર મિરાણી, ભાવેશ ટોયટા, ધૈર્ય પારેખ, હર્ષવર્ધન કહોર, અતુલ પંડિત સહિતના અનેક અગ્રણીઓનો સમાવેશ થાય છે. તેઓએ જણાવ્યું હતું કે, અશાંત ધારાના અમલથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બન્યું છે.



