નરેશ પટેલે આનંદીબેનનાં દીકરીને સંગઠનનું સુકાન સોંપ્યું
સંગઠનને વધુ મજબૂત કરવા અને મહિલા શક્તિને જોડવા માટે નિર્ણય: નરેશ પટેલ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામ ખાતે યોજાયેલી ‘ક્ધવીનર મીટ 2026’ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં છે. આ જાહેરાત બાદ પાટીદાર સમાજ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે.
નરેશ પટેલે અનાર પટેલના નામની ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, સંગઠનને વધુ મજબૂત કરવા અને યુવા તેમજ મહિલા શક્તિને જોડવા માટે આ નિર્ણય લેવાયો છે. અત્યારસુધી પડદા પાછળ રહીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અનાર પટેલ હવે સીધી રીતે ખોડલધામના સંગઠન માળખાનું નેતૃત્વ કરશે. ક્ધવીનર મીટમાં હાજર રહેલા સમાજના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ આ નિર્ણયને વધાવ્યો હતો. આગામી સમયમાં ખોડલધામ દ્વારા યોજાનારા વિવિધ સામાજિક અને સંગઠનલક્ષી કાર્યક્રમોમાં અનાર પટેલની ભૂમિકા નિર્ણાયક સાબિત થશે.
ખોડલધામ સંગઠન ક્ધવીનર મીટ 2026ના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્ર્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ખોડલધામના કુલ 11 ઝોન છે ગુજરાતમાં જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુભાઇ ઊંઘાડની નિમણૂક કરવામાં આવી છે.
મારા પર જે વિશ્ર્વાસ મૂક્યો છે એ ડગવા નહીં દઉં: અનાર પટેલ
- Advertisement -
અનાર પટેલે જણાવ્યું હતું કે, હું નરેશભાઈને બધા વચ્ચે એક વચન આપું છું, આટલી મોટી જવાબદારી મને આપી છે, મારા પર વિશ્ર્વાસ મુક્યો છે એ વિશ્ર્વાસ ડગવા નહિ દવ. આ પદનું મને પૂરું માન અને ભાન છે. ખોડલધામના પાયા ભાઈએ નાખ્યા છે એ ઇમારત આજે ઉભી છે. આ પાયામાં એક ઈંટ બનવાનો મને મોકો મળ્યો છે એના માટે હું નરેશભાઈનો આભાર માનું છું. વર્ષો પછી આવડો મોટો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. અમે છેલ્લા 8 મહિનાથી બધા જિલ્લામાં ફરી રહ્યા છીએ અને લાગણીઓ સમજવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. જવાબદારી બદલતી રહેશે અને આપણે નવા લોકોને સાથે આગળ લાવીશું. આ સમાજ છે પક્ષ નથી માટે બધાએ આપણા પોતાના સમાજ માટે કામ કરવાનું છે. સમાજ માટે મને હોદ્દો મળ્યો છે, અહીંયા બધું આપવાનું છે કશું લેવા માટે નથી. સમાજને કૈક પાછું આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભક્તિ સાથે એક્તાની શક્તિનું સૂત્ર છે જ્યાં ભક્તિ હોય ત્યાં મન ચોખ્ખું હોવું જોઈએ.



