પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોરની હાજરીમાં નવીન બંધારણનો અમલ કરવા સંકલ્પ; દારૂના વેચાણ સામે પોલીસને કડક સૂચના
ખાસ-ખબર ન્યૂઝ હારીજ
- Advertisement -
સામાજિક સુધારણા અને બંધારણ પાટણ જિલ્લાના હારીજ તાલુકાના દાંતરવાડા ગામે 42 ગોળ ક્ષત્રિય ઠાકોર સમાજની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવા અને નવીન બંધારણ મુજબ અમલ કરવા પર ભાર મૂકાયો હતો.
લગ્ન પ્રસંગે જાનમાં મર્યાદિત વાહનો લઈ જવા, ડીજે મ્યુઝિક ન વગાડવા અને ખોટા ખર્ચ બંધ કરી શિસ્તબદ્ધ જીવન જીવવા માટે સમાજના અગ્રણીઓએ આહ્વાન કર્યું હતું.
દારૂબંધી માટે કડક વલણ સમાજની આ બેઠકમાં વ્યસનમુક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. યુવાધનને બરબાદીથી બચાવવા માટે સમગ્ર તાલુકામાં અને ગામેગામ દારૂનું વેચાણ સદંતર બંધ કરાવવાનો સંકલ્પ લેવાયો હતો. પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે જાહેરમાં જ પોલીસ અધિકારીને ફોન કરી કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, “દાંતરવાડામાં કાલ સાંજ સુધીમાં દવા માટે પણ દારૂ મળવો જોઈએ નહીં.” તેમણે પોલીસને તાત્કાલિક દારૂ પકડવા સૂચના આપી હતી.
અગ્રણીઓની ઉપસ્થિતિ આ બેઠકમાં 42 ગોળ ઠાકોર સમાજના પ્રમુખ ચેહુજી ઠાકોર, પૂર્વ પ્રમુખ માનસંગજી ઠાકોર, સરપંચ જ્યોત્સનાબેન ઠાકોર સહિતના અનેક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ એકસાથે સમૂહમાં દારૂનું વેચાણ કે સેવન ન કરવા માટે શપથ લીધા હતા.



