અજઈંને ભાઈ બનાવ્યો હોય લગ્ન પ્રસંગમાં પહેરવા દાગીના લઇ પરત ન આપ્યા
પ્ર.નગર પોલીસે દંપતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવતા અને પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા એએસઆઈ બિલ્ડિંગમાં રહેતા ઇન્દ્રજીતસિંહ હરદેવસિંહ ઝાલાના પત્ની છાયાબાના 9.81 લાખના દાગીના નિવૃત પોલીસ કર્મચારી જીવરાજભાઈ મકવાણાનો સર્વેશ્વર સોસાયટીમાં રહેતો પુત્ર સાગર અને પુત્રવધૂ બીનાબેન ઓળવી ગયાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે દાગીના પ્રસંગમાં પહેરવા લઇ ગયા બાદ પરત નહિ આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ફરિયાદમાં છાયાબાએ જણાવ્યુ છે કે જીવરાજભાઈ મકવાણા તેમની બિલ્ડિંગના સામેના બ્લોકમાં રહેતા હતા નિવૃત થયા બાદ સાંઇબાબા સર્કલ પાસે રહેવા જતા રહ્યા છે. જે તે વખતે પાડોશી હોવાથી બંનેના પરિવાર વચ્ચે પારિવારિક સંબંધો હતાં. જીવરાજભાઈના પુત્ર સાગરની પત્ની બીનાએ તેના પતિને ભાઈ બનાવ્યો હતો. જેને કારણે રક્ષાબંધને તેને રાખડી બાંધતી હતી 2022માં તેના પતિને મોઢાના કેન્સરનું નિદાન થયું હતું ઈન્ફેકશન લાગતા લાંબો સમય સારવાર ચાલી હતી 2023માં બીનાબેને લગ્ન પ્રસંગે પહેરવા માટે તેની પાસેથી દાગીના લીધા હતાં લગ્ન પ્રસંગ પૂરો થયા બાદ દાગીના પરત ન આપી એમ કહ્યું હતું કે ઈન્દ્રજીતસિંહભાઈની સારવાર માટે તમારે હોસ્પિટલના ધક્કા હોવાથી આ દાગીના અમારા ઘરે સચવાયેલા રહેશે તેને સગાના લગ્ન માટે દાગીનાની જરૂર પડતાં માંગ્યા હતા. તે વખતે બીનાબેન અને તેના પતિએ કહ્યું કે પૈસાની જરૂર પડતા તમારા દાગીના અમે ગિરવે મૂક્યા છે. જીવરાજભાઈએ પુત્ર દાગીના પરત આપી દેશે તેમ કહ્યું હતું ત્યાર પછી આ સ્થિતિમાં તેણે જો દાગીના પરત નહીં આપો તો પતિને વાત કરવી પડશે તેમ કહ્યું હતું. જે સાંભળી બીના અને તેના પતિએ જાણ નહીં કરવા વિનંતી કરી હતી. સાથોસાથ કહ્યું કે તમારે લગ્નમાં મંગળસૂત્ર પહેરવા જોઇએ છે તો બીજા દાગીના આપો એટલે મંગળસૂત્ર છોડાવી આપું. પરિણામે તેણે બીજા દાગીના આપ્યા હતાં.
જેની સામે મંગળસૂત્ર છોડાવી પરત આપી દીધું હતું 2023માં બીનાબેન અને તેના પતિએ બીજા દાગીના અને રોકડ રકમની માંગ કરી હતી. તે વખતે રાહુલ ગોસ્વામી સાથે વાત કરાવી હતી. જેણે પણ દાગીના આપવાનું કહેતા ભોળવાઈ જઈ બીજા દાગીના આપ્યા હતાં. તેના થોડા દિવસો બાદ ફરીથી રકમની માગણી કરી હતી. સાથોસાથ અગાઉ જે મંગળસૂત્ર છોડાવી આપ્યું હતું. તે આપવાની અને છેલ્લી વાર મદદ કરવાની વિનંતી કરતા મંગળસૂત્ર પણ આપ્યું હતું ત્યાર પછી દાગીના છોડાવી આપતા ન હોય અને જુદા જુદા બહાના બતાવતા હતા. આખરે કોઈ દાગીના આપવાના નથી, તમારી પાસે શું આધાર છે તેવી વાત કરતાં અંતે ફરિયાદ નોંધાવતા પીઆઇ વસાવા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.



