આધુનિક સુવિધાઓથી સજ્જ એસ્ટેટ સ્થાનિકો માટે રોજગારીના દ્વાર ખોલશે: રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
- Advertisement -
નવી સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના રાજપર ગામ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નવી ૠઈંઉઈ (સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય જિલ્લાના ઔદ્યોગિક ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે. આ સ્માર્ટ એસ્ટેટમાં ઉદ્યોગો માટે વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવાશે, જે ગુજરાતના ‘ગ્રોથ એન્જિન’ તરીકે રાજપરને ઉભારી લાવશે.
રોજગારી અને આત્મનિર્ભરતા આ પ્રોજેક્ટ ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને વેગ આપશે. નવા ઉદ્યોગો આવવાથી દસાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને હવે ઘરઆંગણે જ રોજગારીની મોટી તકો પ્રાપ્ત થશે. આર્થિક ગતિવિધિઓ તેજ બનતા ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે. સ્થાનિક જનતામાં આ નિર્ણયને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સરકારનો આભાર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ બદલ સુરેન્દ્રનગરની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીનો વિશેષ આભાર માનવામાં આવ્યો છે. આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લો ઔદ્યોગિક નકશા પર વધુ મજબૂત બની ઉભરશે.



