શોભાયાત્રા બાદ જ્ઞાતિભોજન: સંતો-મહંતો ઉપસ્થિત રહેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.13
- Advertisement -
તા. 14 જાન્યુઆરી 2026 મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજની જન્મજયંતી નિમિત્તે કોળી સેના તથા માંધાતા ગ્રુપ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે તથા શોભાયાત્રા પૂર્ણ થયા બાદ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવેલ છે. માંધાતા ગ્રુપ ગુજરાતના સ્થાપક ભુપતભાઈ ડાભીના માર્ગદર્શનથી સતત 18માં વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં ગોંડલ શહેર તથા તાલુકાના તમામ ઘર દીઠ સવા મુઠી ખીચડી એકત્ર કરી મહાપ્રસાદ બનાવવામાં આવે છે અને જ્ઞાતિ ભોજનમાં પીરસવામાં આવે છે. આ શોભાયાત્રામાં 20 હજારથી વધુ ભાઈઓ-બહેનો જોડાશે. શોભાયાત્રામાં શ્રી માંધાતા, શ્રી વેલનાથ, જલકારીબાઈ, વીર તાનાજી વગેરેના જીવનચરિત્રો રજૂ કરવામાં આવશે. આ શોભાયાત્રામાં ગોંડલ સહિત સમગ્ર ગુજરાતભરમાંથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સંતો-મહંતો પૂ. ઋષિભારતીબાપુ સરખેજ અમદાવાદ, દિવ્યપુરુષ સ્વામી અક્ષર મંદિર, સીતારામબાપુ, રામદાસબાપુ, આર્યન ભગત સહિતના ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળીયા કેબિનેટ મંત્રી, મુખ્ય અતિથિ તરીકે પરસોતમભાઈ સોલંકી મંત્રી ગુજરાત, મુખ્ય મહેમાન તરીકે દિવ્યેશભાઈ સોલંકી, ધારાસભ્યો હીરાભાઈ સોલંકી રાજુલા, કાળુભાઈ ડાભી ધોળકા, દેવાભાઈ માલમ કેશોદ, કાળુભાઈ રાઠોડ ઉના, ભગવાનજીભાઈ કરગટીયા માંગરોળ, શિવાભાઈ ગોહેલ મહુવા તથા રમાબેન મકવાણા, રેખાબેન સગારકા, વિનોદભાઈ નાગાણી, આનંદભાઈ ડાભી, ચંદુભાઈ ડાભી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.



