ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરની કલાપ્રેમી જનતા માટે આગામી 15 જાન્યુઆરી 2026ના રોજ એક મ્યુઝિકલ કરાઓકેનું આયોજન કરવામાં આવ્યું છે. સુર મહિમા ગ્રુપ દ્વારા આયોજિત ‘હિર સે સુર મહિમા’ કરાઓકે પ્રોગ્રામમાં સુમધુર ગીતોના સથવારે એક યાદગાર સાંજ માણવા મળશે તેમજ આ પ્રોગ્રામમાં જૂના-નવા હિટ ગીતો નામાંકિત એવા સુર મહિમા ગ્રુપના ઓનર એવા વિશાલભાઈ સોની તથા અન્ય ગાયકો સંગીતપ્રેમી સમક્ષ પોતાની પ્રતિભા રજૂ કરશે. આ કાર્યક્રમમાં તમામ સંગીતપ્રેમી માટે પ્રવેશ નિ:શુલ્ક રાખવામાં આવેલ છે. રાજકોટની જનતાને આ સુંદર મજાના મ્યુઝિકલ પ્રોગ્રામમાં સંગીતનો લહાવો લેવા માટે સુર મહિમા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમ 15 જાન્યુઆરીએ હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ યોજાશે.



