કેનેડા-ઓસ્ટ્રેલિયા સહિત દેશભરમાંથી 407 સ્પર્ધકો જોડાયા; જ્વલ સુરિન પટેલ પ્રથમ વિજેતા જાહેર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
બુદ્ધિ અને પ્રતિભાનો ઉત્સવ રાજકોટના મવડી મેઇન રોડ પર આવેલા કોમ્યુનિટી હોલ ખાતે તાજેતરમાં પ્રથમવાર “જ્યોતિ સીએનસી રાજકોટ ઓલ ઇન્ડિયા ઓપન ઋઈંઉઊ રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ 2026” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય ધોરણની સ્પર્ધામાં બાળકો, નિવૃત્ત સૈનિકો અને શારીરિક અશક્ત લોકો સહિત કુલ 407 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ઈવેન્ટનો મુખ્ય હેતુ સ્થાનિક ખેલાડીઓને વૈશ્વિક સ્તરનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો.
વિશ્વભરના ખેલાડીઓની ભાગીદારી આ ટુર્નામેન્ટમાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન જેવા રાજ્યો અને કેનેડા તથા ઓસ્ટ્રેલિયાથી આવેલા ખેલાડીઓએ પણ પોતાની વ્યૂહાત્મક રમતનું પ્રદર્શન કર્યું હતું. જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડના ટાઈટલ સ્પોન્સરશિપ હેઠળ યોજાયેલી આ સ્પર્ધાનું ઉદ્ઘાટન કૌશિકભાઈ સોલંકી, ભીષ્મ સુબોધ અને અન્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.
વિજેતાઓ અને પુરસ્કાર ટુર્નામેન્ટના અંતે વિજેતાઓને કુલ 2 લાખ રૂપિયાના રોકડ ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતના જ્વલ સુરિન પટેલે પ્રથમ ક્રમ મેળવી 31 હજાર રૂપિયાનું ઈનામ જીત્યું હતું, જ્યારે કર્તવ્ય અનડકટે દ્વિતીય અને પશ્ચિમ બંગાળના શ્રીજિત પૌલે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. કુલ 66 સ્પર્ધકોને રોકડ ઈનામ અને અન્યને ટ્રોફી તથા મેડલ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ સફળ આયોજન માટે જીગ્નેશ ધનેશા અને રાકેશ ભટ્ટીની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.



