મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય ડો.દર્શિતા શાહના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાર્યક્રમ યોજાયો; શિક્ષણ સમિતિ અને મહાનગરપાલિકાના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની વોર્ડ નં.2માં આવેલી શાળા નં.74ના નવીનીકરણ માટેના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
મેયર નયનાબેન પેઢડિયા અને 69-વિધાનસભાના ધારાસભ્ય ડો.દર્શિતા શાહની મુખ્ય ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ નવીનીકરણથી વિસ્તારના વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાયુક્ત શૈક્ષણિક વાતાવરણ પ્રાપ્ત થશે.
પદાધિકારીઓ અને અગ્રણીઓની હાજરી આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં.2ના કોર્પોરેટર મીનાબા જાડેજા અને સંગઠનના હોદ્દેદારો તેમજ શિક્ષણ સમિતિના સભ્યોની હાજરીમાં આયોજનને આખરી ઓપ અપાયો હતો.
બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉમટ્યા ખાતમુહૂર્ત વિધિ દરમિયાન વોર્ડ નં.2ના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશભાઈ ટોયટા અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો તથા મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા. મહાનુભાવોએ આ તકે જણાવ્યું હતું કે, સરકારી શાળાઓને આધુનિક બનાવી મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે તંત્ર કટિબદ્ધ છે.



