સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને ગમખ્વાર ઘટના સામે આવી છે, જેમાં ઓલપાડ કચેરીમાં ફરજ બજાવતા મહિલા નાયબ મામલતદાર હિનીષા પટેલે પોતાના જ ઘરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હિનીષા પટેલે રાંદેર સ્થિત પોતાના ઘરે જ બેડરૂમની અંદર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યું હતું. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પોતાના ઘરે જ અંતિમપગલું ભરતા વિસ્તારમાં સોંપો પડી ગયો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
પોતાના જ ઘરે ગળેફાંસો ખાધો
- Advertisement -
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર, 36 વર્ષીય હિનીશા પટેલે આજે સવારે 10 વાગ્યાની આસપાસ રાંદેર સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પરિવારજનો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે હજી આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
નાયબ મામલતદાર દંપતી
આ કેસમાં કરૂણતા એ છે કે મૃતક હિનીશા પટેલ અને તેમના પતિ બંને મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે. બંને સાથે જ રહેતા હતા અને એક હસતો રમતો પરિવાર હતો. તેવામાં કયા કારણથી મહિલા અધિકારીએ આત્મહત્યા જેવું અંતિમ પગલું ભર્યું તે મહેસૂલ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે.
- Advertisement -
પોલીસ તપાસ શરૂ
રાંદેર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. જો કે પોલીસ આ મામલે હિનીશા પટેલના પતિ અને અન્ય પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ પારિવારિક તણાવ કે કામનું ભારણ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે.




