મકર સંક્રાંતિને હિન્દુ પંચાગમાં વિશેષ મહત્ત્વ આપવામા આવ્યું છે. આ પર્વ ત્યારે ઉજવવામાં આવે છે જ્યારે સૂર્ય દેવ ધન રાશિ છોડીને શનિની રાશિ મકરમાં પ્રવેશ કરે છે.
આ સૂર્ય ગોચર બુધવાર, 14 જાન્યુઆરીના રોજ થશે, જેના કારણે આ દિવસે મકર સંક્રાતિનો દિવસ ધામ-ધૂમથી ઉજવવામાં આવશે. આ શુભ અવસર પર શ્રદ્ધાળુઓ વહેલી સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને સૂર્ય દેવની સાથે માતા ગંગાની વિધિપૂર્વક પૂજા કરે છે. એવી માન્યતા છે કે, આ દિવસે કરવામાં આવેલું સ્નાન અને દાન ખૂબ જ ફળદાયી હોય છે.
- Advertisement -
માન્યતા પ્રમાણે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની આરાધના કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યનું વરદાન મળે છે. આ જ કારણોસર આ દિવસે દાન-પુણ્ય, તપસ્યા અને સેવાના કાર્યોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ વર્ષે મકર સંક્રાંતિને અત્યંત શુભ માનવામાં આવી રહી છે. વાસ્તવમાં આ દિવસે સૂર્યનો શનિની રાશિમાં પ્રવેશ કેટલીક રાશિના જાતકો માટે વિશેષ લાભ લઈને આવી શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ન્યાયના દેવતા શનિદેવ કેટલીક ભાગ્યશાળી રાશિઓ પર પોતાના વિશેષ આશીર્વાદ વરસાવશે, જેનાથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે.
મેષ રાશિ
મકર સંક્રાંતિ મેષ રાશિના જાતકો માટે સકારાત્મક પરિવર્તન લઈને આવી શકે છે. શનિદેવની કૃપાથી તમારું મન પ્રસન્ન રહેશે અને જીવનમાં નવી દિશા મળી શકે છે. તમે રોકાણો અથવા ભવિષ્યની યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરી શકો છો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે અને તમને દાન-પુણ્ય કરવાની તકો મળશે. આવકના નવા રસ્તા ખુલી શકે છે. આ સમય દરમિયાન વાણી પર નિયંત્રણ રાખવું અને ક્રોધથી બચવું જરૂરી રહેશે. તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળવાના યોગ છે. મકર સંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું લાભદાયી રહેશે.
- Advertisement -
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે મકર સંક્રાંતિનો દિવસ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે. શનિદેવની કૃપાથી ધન લાભના યોગ બની શકે છે, ખાસ કરીને પરિવાર અથવા સાસરિયા પક્ષ તરફથી સહયોગ મળી શકે છે. મિલકત સાથે સબંધિત મામલે સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા જાતકો માટે સમય અનુકૂળ રહેશે, અને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમે ભવિષ્યની યોજનાઓ અંગે તમે યોગ્ય નિર્ણયો લઈ શકશો. આળસથી દૂર રહેવું મહત્વપૂર્ણ રહેશે. આ દિવસે કાળા તલને કાચા દૂધ અથવા ગંગાજળમાં ભેળવીને શિવલિંગ પર ચઢાવવું શુભ માનવામાં આવે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના સ્વામી શનિદેવ છે અને આરાધ્ય દેવ ભગવાન શિવ છે. તેથી મકર સંક્રાતિ કુંભ રાશિના જાતકો માટે નવી તકો અને શુભ પરિણામો લઈને આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. તમારા કરિયર અને અંગત જીવનમાં સ્થિરતા આવશે. શનિદેવની કૃપાથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળશે અને સમસ્યાઓ ધીમે-ધીમે દૂર થશે.




