સુરતમાં વિશ્ર્વ હિન્દુ પરિષદે ઈસુદાન, ઈટાલિયા અને ચૈતર વસાવાના ચહેરા પર શાહી લગાવી: સભા પહેલાં જ વિવાદ
ખાસ-ખબર ન્યૂઝ સુરત
- Advertisement -
સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા વિવાદોના વમળમાં ફસાઈ છે. સભા શરૂ થાય એ પહેલાં જ વિસ્તારમાં પક્ષના મુખ્ય નેતાઓના વિરોધમાં પોસ્ટરો લાગતાં રાજકારણ ગરમાયું છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ (ટઇંઙ) દ્વારા આ નેતાઓને ‘હિન્દુવિરોધી’ ગણાવી ઉગ્ર વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે મુસ્લિમ ટોપી પહેરેલા આમ આદમી પાર્ટીના નેતાઓના ફોટા પર શાહી લગાવવામાં આવી હતી અને ફોટા ફાડવામાં પણ આવ્યા હતા.
વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાએ કહ્યું, સાંજે 8 વાગ્યે ગોડાદરા વિસ્તારમાં ‘મુઘલો’ની એક આમસભા છે. જેમ બાબર અને ઔરંગઝેબ અહીં આવીને ધીરે-ધીરે પોતાના પગ પેસારો કરતા હતા, એવી જ રીતે આમ આદમી પાર્ટી પોતાનો પગ પેસારો કરવાની કોશિશ કરી રહી છે. આજે આ આવ્યા છે, કાલે તેમની પાછળ વિધર્મીઓ આવશે, પછી અહીં લવ-જેહાદના કિસ્સાઓ ચાલુ થઈ જશે. ચેઈન-સ્નેચિંગ જેવી અનેક ઘટનાઓ વધશે.
વિશ્ર્વ હિન્દુ પરિષદનો આક્રમક વિરોધ: ગોડાદરા વિસ્તારમાં વાતાવરણ તંગ બન્યું
આ પોસ્ટરો સામે આવતાં જ વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરી આવ્યા હતા. ટઇંઙ કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે આ નેતાઓ હિન્દુવિરોધી માનસિકતા ધરાવે છે. કાર્યકરોએ ‘હિન્દુવિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં નહીં આવવા દઈએ’ એવા સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું હતું. વિરોધપ્રદર્શન દરમિયાન ગોપાલ ઈટાલિયાનાં પોસ્ટરો ફાડી નાખવામાં આવ્યાં હંતા અને અન્ય નેતાઓના ફોટા પર શાહી લગાવી રોષ વ્યક્ત કરાયો હતો. સભા પૂર્વે થયેલા આ વિરોધપ્રદર્શનને પગલે ગોડાદરા વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયું છે. એક તરફ રાત્રે અઅઙ પોતાની સભાને સફળ બનાવવા પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોના વિરોધને કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે પડકાર બની રહ્યો છે.



