સુપ્રીમકોર્ટ તથા હાઈકોર્ટને ‘લોકોની અદાલત’ બનાવાશે : ચીફ જસ્ટીસ
લોકોને બંધારણીય – સ્વતંત્રતાના અધિકાર માટે 24ડ7 ન્યાયની સુવિધા મળશે : ચીફ જસ્ટીસ સૂર્યકાંતની જાહેરાત : ‘સર’- મહિલાઓના અધિકાર મુદે સુપ્રીમકોર્ટની ખાસ બંધારણીય ખંડપીઠ પણ રચવા તૈયારી છે
- Advertisement -
પેન્ડિંગ અરજીઓના નિકાલ માટે નવો એક્શન પ્લાન: વધુ બંધારણીય ખંડપીઠો રચાશે: ન્યાયમાં વિલંબ ટાળવા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની પ્રાથમિકતા; અદાલતી પ્રક્રિયાને બનાવાશે વધુ ઝડપી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશના નાગરિકોને તેમના અધિકારોના રક્ષણ માટે સૌથી મોટી આશા સમાન દેશની સર્વોચ્ચ અદાલત તથા તમામ હાઈકોર્ટે હવે કાનુની ઈમરજન્સી સમયે સપ્તાહના તમામ દિવસ 24 કલાક માટે ઉપલબ્ધ બનશે. મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુર્યકાંતે આ માહિતી આપતા જણાવ્યું કે જો કોઈ નાગરિકને કોઈપણ સમય પછી તે અર્ધરાત્રી કે તમો સમય હોય, તેમની તમામ એજન્સીઓ દ્વારા તેમની ધરપકડનો ભય હોય તો તે નાગરિક સુપ્રીમ કોર્ટ કે બંધારણીય અદાલતની શ્રેણીમાં આવતી દેશની હાઈકોર્ટનો કોઈપણ સમયે સંપર્ક કરી શકે તે વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી રહી છે.
ચીફ જસ્ટીસે જણાવ્યું કે નાગરિકને તેના બંધારણીય અધિકારથી સુરક્ષા અને સ્વતંત્રતા માટે આ કાનૂની સહાય મળે તે જોવામાં આવશે. ચીફ જસ્ટીસે જણાવ્યું કે મારી આ વ્યવસ્થાનો હેતુ સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટને લોકોની અદાલત બનાવવાનો છે. નાગરિક કોઈ પણ સમયે અદાલતનો સંપર્ક કરી શકે છે. તેમાં અદાલતના નિશ્ચિત સમયનું બંધન રહેશે નહી. તેઓએ જણાવ્યું કે તેમની પ્રાથમીકતામાં એક વધુને વધુ બંધારણીય ખંડપીઠ રચવાનો છે જે બંધારણીય દ્રષ્ટીએ જે વધતા જતા પેન્ડીંગ અરજીમાં છે તેના નિકાલ લાવી શકાય તેમ કરવા માંગુ છું. તેઓએ સંકેત આપી દીધો કે દેશમાં ચુંટણી પંચની મતદાર યાદીની સ્પેશ્યલ ઈન્સેન્ટીવ રીવિઝન જે (સર) પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમાં પ્રથમ બિહાર અને બાદમાં ડઝનેક રાજયોમાં આ કામગીરી થઈ રહી છે જે સંબંધીત જે રીટ અરજીઓ છે તેને પ્રક્રિયા પછી એક સામે સાંભળવા ખાસ બેન્ચની રચના થશે. આ ઉપરાંત ધાર્મિક સ્વતંત્રતા અને મહિલાઓના અધિકાર સંબંધી વિવાદો જે રીતે વધી રહ્યા છે તેમાં પણ હવે નવ જજોની ખંડપીઠ રચવાની તેઓ શકયતા ચકાસી રહ્યા છે. આ મુદો ત્રણ પ્રકારના કેસથી ઉભા થયા છે. જેમાં પ્રથમ મહિલાઓને શબરીમાલા મંદિરમાં પ્રવેશના અધિકારના સુપ્રીમના ચુકાદાને રીવ્યુ કરતી અરજીઓ થઈ છે તેની ચકાસણી ઉપરાંત મસ્જીદોમાં મહિલા પ્રવેશ સહિતના મુદા આવરી લેશે. ઉપરાંત દાઉદી બોહરા સમુદાયમાં ફિમેલ જેનિટલ મ્યુટીશન (સ્ત્રી સુન્નત) તરીકે ઓળખાય છે તે વિવાદ પણ સર્વોચ્ચ અદાલત સમક્ષ પેન્ડીંગ છે.
- Advertisement -
મૌખિક દલીલો માટે મર્યાદીત સમય : સુપ્રિમ કોર્ટમાં નવી પદ્ધતિ અમલી
દેશમાં ઝડપી ન્યાય માટે પણ હવે મુખ્ય ન્યાયમૂર્તિએ કમર કસી છે જે માટે એક નવી કાર્યપદ્ધતિ જાહેર થઈ છે. જેમાં સર્વોચ્ચ અદાલતમાં રજુ થતા ધારાશાી માટે પહેલા તેમની દલીલો લેખીતમાં આપવાની રહેશે અને બાદમાં મર્યાદીત સમયમાં તે મૌખીક દલીલ પુરી કરવાની રહેશે જે તાત્કાલીક રીતે લાગુ કરવામાં આવી છે. મૌખિક દલીલો માટે પણ એડવોકેટ ઓન રેકોર્ડ પ્રક્રિયા થશે જે સમય એક દિવસ પુર્વે નકકી થશે અને તે સમયે જે તે ધારાશાી હાજર હશે તથા બીજા પક્ષને દસ્તાવેજ વિ. પુરા પાડવાની પણ પ્રક્રિયા નિશ્ચિત થઈ છે.



