સમયની શોધ પહેલાના સમયમાં શું હતું? મનુષ્યનું સર્જન ઈશ્વરે કર્યું કે ઈશ્વરનું સર્જન મનુષ્યએ કર્યું? બિગબેંગ થિયરીનો કોઈ પુરાવો ખરો? રેડિયો મેટ્રિક પદ્ધતિથી જાણવા મળ્યું છે કે પૃથ્વી આજથી 4.54 બિલિયન વર્ષો પહેલા અસ્તિત્વમાં આવી હતી. જીવ સૃષ્ટિનું અસ્તિત્વ 3.8 અબજ વર્ષ પહેલાં નોંધાયું હતું. સમયની શોધ બિગબેંગની ઘટના પછી થઈ. આજથી 13.8 અબજ વર્ષ પહેલાં બિગબેંગ થયું હોવાનું મનાય છે. એ પછી ટાઈમ અને સ્પેસ અસ્તિત્વમાં આવ્યા. બિગબેંગ પહેલાના સમયમાં શું હતું? લુપ કવોન્ટમ થિયરી અને સ્ટ્રિંગ થિયરી એવું કહે છે કે બિગબેંગ પહેલાનો સમય એ સમય વિહીન હતો. સમય વગરનો સમય કેવો હશે? બિગબેંગ થિયરી હવે પોકળ સાબિત થઈ રહી છે. વૈજ્ઞાનિકોની કલ્પનાથી વિશેષ એમાં કશું જ નથી. ખરેખર બિગબેંગ ઘટના બની હતી એનો કોઈ આધારભુત પુરાવો મળતો નથી. જો આ તર્કને સ્વીકારી લેવાનો હોય તો મારા જેવા શિવભક્ત માટે વધુ સ્વીકાર્ય એવો તર્ક પણ છે જ. સમયને પેલે પાર જ્યારે સમય ન હતો ત્યારે શિવ હતા. દેવોના દેવ મહાદેવે જ્યારે દેવી પાર્વતીને પ્રથમ સ્પર્શ કર્યો ત્યારે બ્રહ્માંડમાં જે ધડાકો થયો તેને જ હું બિગબેંગ માનું છું. એ પછી કરોડો વર્ષ બાદ પૃથ્વીની રચના થઈ, જીવ સૃષ્ટિની રચના થઈ અને મનુષ્યનો જન્મ થયો. મારા માટે ધ્યાન એ બીજું કશું જ નથી પણ સમયની શોધ પહેલાના સમયમાં પાછા ફરવાની ઘટના છે જ્યાં હું ’હું’ પણ નથી રહેતો, જ્યારે માત્ર શિવ અને પાર્વતીનું અસ્તિત્વ જ હોય છે.
જ્યારે સમય નહોતો ત્યારે શિવ હતા: બ્રહ્માંડના સર્જનની આધ્યાત્મિક પરિભાષા

You Might Also Like
Follow US
Find US on Social Medias


