બાંટવાથી દંપતી રાજકોટ આવ્યું હતું : દીકરી મળે તે પૂર્વે જ કાળ ભેટી ગયો
હિટ એન્ડ રન અંગે આજી ડેમ પોલીસમાં ગુનો : અકસ્માત સર્જી નાસી છૂટેલા શખ્સની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે શહેરની ભાગોળે ગોંડલ રોડ ચોકડીથી આજી ડેમ ચોકડી વચ્ચે રામાધાણી હોટલ નજીક હાઈવે પર રોડ ક્રોસ કરતી વેળાએ પુરપાટ ઝડપે આવેલી કાળા કલરની સ્કોર્પિયોના ચાલકે ઠોકરે લેતા ગંભીર ઇજા થતા વૃધ્ધાનું મોત નીપજયુ છે બનાવને પગલે પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે.
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ગામે રહેતા અને ક્ષૌરકર્મીનું કામ કરતા પ્રાગજીભાઈ શામજીભાઈ મારુ ઉ.76એ કાળા કલરની અજાણી સ્કોર્પિયો કારના ચાલક સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે સંતાનમાં પાંચ દીકરીઓ તથા એક દીકરો છે ગત બપોરે જેતપુરથી અહીં રાજકોટ મારી દીકરી રેખાબેનના ઘરે આવવા માટે હું અને મારા પત્ની ઇન્દુબેન ઉ.63 એસ.ટી બસમાં નીકળ્યા હતા સાંજે ગોંડલ ચોકડીએ ઉતરી ત્યાંથી હું તથા મારી પત્ની રીક્ષામાં બેસી અને ગોંડલ ચોકડીથી હુડકો ચોકડીની વચ્ચે આવેલ રામાધણી હોટલ સામે ઉતર્યા હતા ત્યારે સાંજના આશરે પોણા સાતેક વાગ્યે અમે ચાલીને સામે સ્વાતી પાર્કની મેઇન રોડ ખોડલધામ શેરી નંબર 2માં રહેતી મારી દીકરીના ઘર તરફ જવા મેઇન હાઈવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે ગોંડલ ચોકડી તરફથી એક કાર પૂર ઝડપે આવેલ અને મારી પાછળ ચાલીને આવતી મારી પત્નીને હડફેટે લઈ અને ત્યાંથી નીકળી ગયેલ અને તે હુડકો ચોકડી તરફ ગયેલ અને મેં આ ફોરવીલને જોતા કાળા રંગની સ્કોર્પિઓ કાર હતી અને આ મારી પત્ની ત્યાં રોડ ઉપર પડેલી હતી જેને ગંભીર ઇજા થતા બેભાન થઈ ગયેલ અને માણસો એકઠા થઇ જતા કોઈએ 108ને બોલાવતા 108 આવી જતા તેમાં હું તથા મેં ફોનથી મારા જમાઈ હિતેશ મગનભાઈ ગોહેલને જાણ કરતા તે આવી જતા અમે બંને મારી પત્નીને બેસાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ આવ્યા હતા અહીં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને પત્નીને મૃત જાહેર કરતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે બનાવની જાણ થતા આજી ડેમ પોલીસ મથકના હેમંતભાઈ ધરજીયા સહિતના સ્ટાફે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલક સામે ગુનો નોંધી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.



