સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો: 43,932 દિક્ષાર્થીઓને પદવીઓ એનાયત
160 વિદ્યાર્થીઓને 178 ગોલ્ડમેડલ તથા કુલ 186 વિદ્યાર્થીઓને 271 પ્રાઈઝ અર્પણ
- Advertisement -
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને ગઈઈના કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
ખઙ શાહ મેડિકલ કોલેજ, જામનગરની વિદ્યાર્થિની ધૃતિ અઘારાને ખઇઇજમાં સૌથી વધુ 7 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60 (સાઈઠ) મો પદવીદાન સમારોહ આજરોજ ગુરુવાર તા. 25 ડિસેમ્બર 2025ના રોજ સવારે 11:00 કલાકે યુનિવર્સિટી પરિસરમાં સ્થિત કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. સમારોહમાં રાજ્યપાલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી (કેબિનેટ કક્ષા) પ્રદ્યુમન વાજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પદવીદાન સમારોહમાં કુલ 160 વિદ્યાર્થીઓને 178 ગોલ્ડમેડલ તથા 271 પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની અઘારા ધ્રૂતિ લલીતભાઈને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 7 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ, અમરેલીની મોઘીબા મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થિની નિમાવત ગાયત્રી દીલીપભાઈને બી.એ.માં 3 ગોલ્ડમેડલ અને 8 પ્રાઈઝ પ્રાપ્ત થયા હતા.
પદવીદાન સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલ 14 વિદ્યાશાખાના 43,792 દીક્ષાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. સમારોહમાં મહાનુભાવોનું કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશી, કુલસચિવ ડો. મનીષભાઈ ધામેચા, પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એન.સી.સી.ના કેડેટ્સ દ્વારા માનનીય કુલાધિપતિશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન રાજ્યપાલ તથા શિક્ષણમંત્રીને ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા અર્પણ કરી ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. કુલપતિ પ્રોફે. (ડો.) ઉત્પલભાઈ જોશીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે દીક્ષાંત સમારોહ ભારતીય સંસ્કૃતિની ઋષિપરંપરાનો ભાગ છે. વિદ્યાભ્યાસ પૂર્ણ થવું પણ એક મહત્વનો સંસ્કાર છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જજઈંઙ, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સેમિનારો, ઈનોવેશન, ઈન્ટર્નશિપ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ, ભારતીય જ્ઞાન પરંપરાનો અભ્યાસક્રમમાં સમાવેશ સહિત અનેક મહત્વના શૈક્ષણિક પ્રકલ્પો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવ્યા છે.કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રમત-ગમત ક્ષેત્રે ઇન્ટર યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. યુનિવર્સિટીનું ઈન્ક્યુબેશન સેન્ટર સમગ્ર ગુજરાતમાં અગ્રેસર છે. તેમણે પદવી તથા ગોલ્ડમેડલ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રોફે. જે.એમ. ચંદ્રવાડીયા અને ડો. ધારાબેન દોશી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે આભારવિધિ પરીક્ષા નિયામક ડો. મનીષભાઈ શાહે કરી હતી. સમારોહને સફળ બનાવવા યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.



