જૂનાગઢમાં 52 મ્યુલ ખાતામાં સાયબર ફ્રોડના 305 કરોડ પૈકી 9.42 કરોડ જમા થયા હતા
ભાવનગરનો રાજુ ફ્રોડની રકમ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરીત કરી દુબઈ ઈરફાન જાદુગરને મોકલતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાયબર ફ્રોડના પૈસા મ્યુલ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાવી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રાન્સફર કરી વિદેશ મોકલવાના કૌભાંડના તાર જૂનાગઢ વાયા દુબઇ સુધી પહોંચ્યું છે દુબઈ બુઝ ખલીફામાંબેઠા બેઠા ટેલિગ્રામ મારફત ચાઈનીઝ ગેમનું કરોડોનું કૌભાંડ વર્ષોથી ચલાવવામાં આવી રહ્યું છે જૂનાગઢના 52 ખાતામાં સાયબર ફ્રોડના 305 કરોડ પૈકી 9.42 કરોડ જમા થયા હતા ભાવનગરનો રાજુ નામનો શખ્સ ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરી દુબઇ બેઠેલા ઈરફાન જાદુગરને મોકલતો હોવાનું ખુલ્યું છે.
305 કરોડના સાયબર ફ્રોડની રકમ 192 બેંક ખાતામાં જમા થઈ હતી જે અંગે તપાસ કરતા 192માંથી 52 બેન્ક એકાઉન્ટ જૂનાગઢના હોવાનું સામે આવતા પોલીસે એક્સિસ બેંકમાં દોલતપરા સ્થિત પ્રાઈમ ટ્રેડિંગ ગ્રુપ નામનું ખાતું ધરાવતા અલીમહમદ હબીબ ઠેબાના બેંક ખાતામાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવ્યું હતું. સાયબર ફ્રોડના 305 કરોડમાંથી 9.42 કરોડ જૂનાગઢના 52 મ્યુલ બેંક ખાતામાં આવ્યા હતા જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 18 શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અલીમહમદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા પોતાના મળતીયાઓ મારફત સાયબર ફ્રોડ અને ઓનલાઇન ગેમિંગની રકમ મ્યુલ 52 એકાઉન્ટમાં રૂપિયા 9,43,70,335 જમા કરી તેને ઉપાડી લઈ સગેવગે કરવામાં આવ્યા હતા ભાવનગરનો રાજુ ઉર્ફે રામભાઈ નામનો શખ્સ આ રકમને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરીત કરી દુબઈ રહેતા ઈરફાન જાદુગરને મોકલી આપતો હતો કેસમાં પોલીસે 9 આરોપીની ધરપકડ કરી હતી અલીમહમદ ઉર્ફે આસિફ, ઈમ્તિયાઝ ઉર્ફે બકરો ઈબ્રાહીમ, અજય ઉર્ફે કાનો ઉર્ફે જાડિયો મનુભા, અંજુમ છોટુ ચૌહાણ, સાહિલ ઉર્ફે કારીયો ગફાર 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હોય તેમના ટ્રાન્ઝેક્શન સહિતના મુદે પૂછપરછ હાથ ધરી છે જયારે જયેશ મનસુખ મકવાણા, રાહુલ જેઠા કેશવાલા, ઉમર ઉર્ફે સમીર તૈયબ સમા અને કેતન ભનુ સોલંકી હાલ જેલહવાલે છે.
ફરાર આરોપીઓના નામ
- Advertisement -
અસ્લમ ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઈ કુરેશી (રહે. સુખનાથ ચોક, જૂનાગઢ) (ભાજપનો પૂર્વ કોર્પોરેટર)
કાજીમ મહમદભાઈ રાજસુમરા (રહે. ખ્વાજાનગર, જૂનાગઢ)
અરબાજ ઇકબાલભાઈ કુરેશી (રહે. દાતાર રોડ, જૂનાગઢ)
સાંઇ ઉર્ફે મંથન થોરાટ મરાઠી (રહે. આસીયાના સોસાયટી, જૂનાગઢ)
કરીમ અહેમદ સીડા (રહે. જૂનાગઢ)
સાહબાજ જાફરભાઈ કુરેશી (રહે. જૂનાગઢ)
મુસો હાસમભાઇ મુસાણી (રહે. જેતપુર)
રાજુ ઉર્ફે રામભાઇ (રહે. ભાવનગર)
ઇરફાન જાદુગર (રહે. દુબઈ)
સંડોવાયેલા એકાઉન્ટ ધારકો
કૌભાંડીયાઓના ફોન નંબરના સ્ક્રીન શોટ વાયરલ
મૂળ ધોરાજીના અને દુબઇ રહેતા અફરોઝ નામના શખ્સ સામે 500થી 600 કરોડના કૌભાંડમાં જેલ થઇ હતી તે દુબઈમાં કંપની બનાવીને માણસોને રાખીને કૌભાંડ ચલાવતો હતો આ અફરોઝ ઉપરાંત ઈરફાન, સુરતના રવિ, ગોપીકિશન સહિતના દુબઇના નંબર સાથેના સ્ક્રીન શોટ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે.



