નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ નવા વર્ષમાં ઘણા ગ્રહો યુતિઓ અને યોગોનું નિર્માણ કરશે. જ્યોતિષીઓના મતે વર્ષ 2026ના મંત્રી મંગળ હશે. દ્રિક પંચાગ પ્રમાણે આ નવા વર્ષની શરૂઆતમાં જ સૂર્ય-મંગળની યુતિથી વિસ્ફોટક રાજયોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં 14 જાન્યુઆરી 2026ના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને 18 જાન્યુઆરી 2026ના રોજ મંગળ પણ મકર રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષ શાસ્ત્રમાં વિસ્ફોટક રાજયોગને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વિસ્ફોટક રાજયોગ જ્યારે પણ કોઈ કુંડળીમાં બને છે ત્યારે અસફળતા અને નુકસાનનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે, વર્ષ 2026માં બનવા જઈ રહેલી મંગળ-સૂર્યની યુતિ કઈ રાશિઓ માટે અશુભ માનવામાં આવી રહી છે.
- Advertisement -
મેષ રાશિ
મેષ રાશિના જાતકો પર આ યુતિની અસર વધુ જોવા મળશે, કારણ કે મંગળ આ જ રાશિનો સ્વામી છે. વર્ષ 2026માં કરિયર અને પૈસાના મામલે ઉતાવળ કરવાથી બચવું પડશે. વિચાર્યા વિના લેવાયેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. કાર્યસ્થળ પર વિવાદની સ્થિતિ બની શકે છે. જો ગુસ્સા પર નિયંત્રણ ન રાખશો તો સબંધ પણ બગડી શકે છે.
વૃષભ રાશિ
- Advertisement -
સૂર્ય-મંગળની યુતિ વૃષભ રાશિના જાતકોના સ્વભાવને આક્રમક બનાવી શકે છે. આ દરમિયાન અહંકાર વધવાની આશંકા છે. જેના કારણે બોસ, સહકર્મચારી અથવા પરિવારના લોકો સાથે મતભેદ થઈ શકે છે. કરિયરમાં જવાબદારી વધશે, પરંતુ જો ધીરજ રાખવામાં ન આવે તો બનેલા કામ બગડી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિ જાતકો માટે આ યુતિ ખૂબ જ અશુભ માનવામાં આવી રહી છે. આ યુતિ માનસિક તણાવ વધારી શકે છે. અચાનક ગુસ્સો, શંકા અને અસુરક્ષાની ભાવના સબંધોમાં અંતર લાવી શકે છે. પૈસા સાથે સબંધિત મામલે જોખમ લેવું ભારે પડી શકે છે, તેથી આ સમયે સમજી-વિચારીને પગલું ભરવું.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય-મંગળની યુતિ આંતરિક બેચેની અને મૂંઝવણ પેદા કરી શકે છે. કરિયર અંગે મોટો નિર્ણય લેવાની સ્થિતિ બનશે, પરંતુ ઉતાવળ નુકસાન કરાવી શકે છે. મિત્રો અને સહકર્મચારીઓ સાથે વૈચારિક ટકરાવની સંભાવના પણ રહેશે, તેથી સંવાદમાં સંયમ રાખવો જ રૂરી છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ સંવેદનશીલ હોય છે અને આ યુતિ માનસિક દબાણ વધારી શકે છે. વર્ષ 2026માં વૃશ્ચિક રાશિના જાતકોએ ભાવુક થઈને નિર્ણય લેવાથી બચવું જોઈએ. આરોગ્ય અને ખર્ચને લઈને ચિંતા રહી શકે છે. આત્મવિશ્વાસમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.




