વિજય માલ્યાની બર્થ ડે પાર્ટીમાં લલિત મોદીએ ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો
આ વિડીયોે નીરવ મોદીએ પોસ્ટ કરતા લખ્યું : ચાલો, ફરીથી ઇન્ટરનેટ હલાવી દઉં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાના લંડનમાં આયોજિત જન્મદિવસ સમારોહનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લલિત મોદી પોતાને અને વિજય માલ્યાને ’ભારતના બે સૌથી મોટા ભાગેડુ’ કહી રહ્યા છે. વીડિયો નીરવ મોદીએ પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આને પોસ્ટ કરતાં નીરવે લખ્યું- ચાલો, ફરીથી ઇન્ટરનેટ હલાવી દઉં. વીડિયો સામે આવતાં જ સોશિયલ મીડિયા પર તીખી પ્રતિક્રિયાઓ આવી અને ઘણા યુઝર્સે ભારતીય તપાસ એજન્સીઓ અને સરકાર પર સવાલો ઉઠાવ્યા. આ દરમિયાન બોમ્બે હાઈકોર્ટે સોમવારે વિજય માલ્યાને પૂછ્યું છે કે તેઓ ભારત ક્યારે પાછા ફરશે. કોર્ટે કહ્યું હતું કે ભારતમાં આવ્યા વિના અને કોર્ટના અધિકારક્ષેત્રમાં આવ્યા વિના, માલ્યાની અરજી પર સુનાવણી થશે નહીં. માલ્યાએ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ અને પોતાને ભાગેડુ જાહેર કરવાના નિર્ણયને પડકાર્યો છે. વિજય માલ્યા 2016થી બ્રિટનમાં છે અને 2019માં તેને સત્તાવાર રીતે ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે લલિત મોદી 2010થી વિદેશમાં રહે છે અને તેના પર ટેક્સ ચોરી, મની લોન્ડરિંગ અને ઈંઙક સંબંધિત ગંભીર આરોપો છે.
ઊઉની દલીલ- વિદેશમાં રહીને કાયદાને પડકારી શકાય નહીં. ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ ગૌતમ અંખાડની બેન્ચે માલ્યાની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે વિદેશમાં રહીને કાયદાને પડકારવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
તેમણે જણાવ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. માલ્યાના વકીલે દાવો કર્યો કે બેંકોની નાણાકીય જવાબદારી મોટેભાગે વસૂલ થઈ ગઈ છે, પરંતુ કોર્ટે કહ્યું કે ગુનાહિત જવાબદારી કોર્ટ સમક્ષ હાજર થયા વિના સમાપ્ત કરી શકાતી નથી. હવે આ કેસની આગામી સુનાવણી 12 ફેબ્રુઆરીએ થશે.
ભાગેડું નીરવ મોદીના પ્રત્યાર્પણને રોકવા માટે 16 ડિસેમ્બરે નવી અપીલ
- Advertisement -
આ પહેલાં 16 ડિસેમ્બરે ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીએ લંડનની એક કોર્ટમાં પોતાના પ્રત્યાર્પણ પર રોક લગાવવા માટે નવી અપીલ દાખલ કરી હતી. ભારતની ઊઉ અને ઈઇઈંની ટીમો પણ લંડનમાં હાજર છે. તેઓ ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (ઈઙજ)ને મદદ કરી રહી છે, જેથી નીરવની અપીલનો વિરોધ કરી શકાય. નીરવને ભારતમાં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો છે અને તે પંજાબ નેશનલ બેંક ફ્રોડ કેસમાં ટ્રાયલનો સામનો કરવા માટે વોન્ટેડ છે. નીરવ પર 6,498 કરોડ રૂપિયાથી વધુના ફ્રોડનો આરોપ છે. બ્રિટનની એક કોર્ટે પહેલાંથી જ ભારત સરકારની તરફેણમાં તેના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે.



