દેહવ્યાપાર છોડવા તરફડીયાં મારતી મહિલા પર કાળાં કામ ચાલું રાખવા એડવોકેટ અને પોલીસ કર્મચારીનું ભયાનક દબાણ
‘ખાસ-ખબર’ પાસેની ઑડિયો ક્લિપમાં ચોંકાવનારી વાતો… મહિલાએ કહ્યું, ‘હું હવે રસોઈનું કામ કરવા માગું છું’ વકીલે કહ્યું, ‘બીજે ક્યાંય ગઈ તો જોઈ લેજે!’
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સભ્ય સમાજના કેટલાક સ્ત્રી-પુરુષ છાનેખૂણે કલ્પના પણ ન આવે તેવા કાંડ આચરી રહ્યા છે. ક્યારેક આ પ્રકારના કાંડ જાહેર થાય છે તો ક્યારેક દબાઈ જતા હોય છે. હાલમાં જ શહેરના સભ્ય સમાજના એક એડવોકેટ અને મહિલા તેમજ પોલીસ કર્મચારીની ઓડિયો ક્લિપ વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઓડિયો ક્લિપમાં પુરુષ એડવોકેટ અને પોલીસ કર્મચારી સાથે મહિલાની વાતચીત સાંભળી હચમચી જવાય છે અને સમાજની કડવી વાસ્તવિકતાનો પરિચય થાય છે.
બે જેટલી ઓડિયો ક્લિપમાં એડવોકેટ અને તેના સાથી પોલીસ કર્મચારી દ્વારા મહિલાને દેહ વ્યાપાર અંગે પૂછપરછ કરી શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવતું હોવાનું જણાય છે. એટલું જ નહીં મહિલાને અન્ય મહિલાઓ રાખી દેહ વ્યાપારનો ધંધો શરૂ કરવાની પણ એડવોકેટ અને પોલીસ કર્મચારી દ્વારા સલાહ આપવામાં આવે છે. જોકે મહિલા કહે છે કે, મારે આર્થિક જરૂરિયાત છે અને એટલે મેં રસોઈનું કામકાજ શરૂ કરી દીધું છે. આમ છતાં આશરે આઠેક મિનિટની આ ઓડિયો ક્લિપમાં મહિલાને વારંવાર એડવોકેટ અને પોલીસ કર્મચારી દ્વારા દેહ વ્યાપારના ધંધામાં ધકેલવાના પ્રયત્ન થતા હોય એવા સ્પષ્ટ અણસાર આવે છે.
આ ઓડિયો ક્લિપ અંગે કોઈ ચોક્કસ પુષ્ટિ કરવાના આવતી નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં વાતચીત કરનાર એડવોકેટ અને મહિલા બ્રહ્મસમાજના તેમજ પોલીસ કર્મચારી પણ પાટીદાર સમાજના હોવાનું જણાય આવતા સભ્ય સમાજના ઉચ્ચ વર્ણના મહિલા – પુરુષ પણ અશ્લિલ હરકતો કરતા તેમજ છાનેખૂણે એકબીજાની પરિસ્થિતિનો ફાયદો ક્યાં પ્રકારે ઉઠાવે છે તેનો ખ્યાલ આવે છે. અંતે એટલું જ કહી શકાય કે, જો આ ઓડિયો ક્લિપની વાતચીત સત્ય હોય તો આ પ્રકારના બનાવો નિંદનીય છે અને આ અંગે પોલીસે અંગત રસ દાખવી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.



