જૂનાગઢ પોલીસે પકડ્યું 305 કરોડનું આંતરરાષ્ટ્રીય સાયબર રૅકેટ
મ્યુલ એકાઉન્ડ ફ્રોડમાં 5 આરોપી ધરપકડ, 4 શખ્સોને હસ્તગત કર્યા
- Advertisement -
સાઇબર ફ્રોડના 52 એકાઉન્ટમાં 9.43 કરોડ સગેવગે થયા, તપાસ તેજ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને પોલીસ અધીક્ષક સુબોધ ઓડેદરાની સૂચના મુજબ જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર ’મ્યુલ એકાઉન્ટ’ (ભાડાના બેંક ખાતા) દ્વારા ચાલતી સાયબર ગુનાખોરી ડામવા ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ અને એ-ડિવિઝન પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. કે.એમ. પટેલના સુપરવિઝન હેઠળ ટેકનિકલ સોર્સ દ્વારા તપાસ કરતા જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં ’પ્રાઇમ ટ્રેડિંગ કંપની’ નામે ચાલતી ઓફિસમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાઈ હતી. પોલીસની રેઇડ દરમિયાન ઓફિસમાંથી અલીમહમદ ઉર્ફે આસીફ ઠેબા અને ઇમ્તીયાઝ ઉર્ફે બકરો હીંગોરજા નામના શખ્સો અનેક બેંક ખાતાની ચેકબુકો અને પાસબુકો સાથે મળી આવ્યા હતા. તપાસમાં ઇમ્તીયાઝના મોબાઈલમાંથી કુલ 52 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો અને નાણાકીય વ્યવહારોની ચેટ મળી આવી હતી. આ સમગ્ર કૌભાંડ બાબતે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 317(2), 317(4), 61(2) અને આઈ.ટી. એક્ટની કલમ 66(ડી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર ઉર્ફે સમીર સમા અને કેતન સોલંકીને હસ્તગત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે અસ્લમ ઉર્ફે લાલો કુરેશી, કાજીમ રાજસુમરા અને દુબઈ સ્થિત ઈરફાન જાદુગર સહિત અન્ય 11 શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ સફળ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. કે.એમ. પટેલ, એ-ડિવિઝન પી.આઈ. વી.જે. સાવજ અને તેમની ટીમના સભ્યો જોડાયા હતા. હાલ આ કેસની વધુ તપાસ પી.આઈ. વી.જે. સાવજ ચલાવી રહ્યા છે, જેમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે.
- Advertisement -
સાઇબર ફ્રોડમાં પકડાયેલા આરોપીઓ
1, અલીમહમદ ઉર્ફે આસીફ હબીબભાઇ ઠેબા (જૂનાગઢ)
2, ઇમ્તીયાઝ ઉર્ફે બકરો ઇબ્રાહીમભાઇ હીંગોરજા (જૂનાગઢ)
3, અજય ઉર્ફે કાનો સોનાગરા (જૂનાગઢ)
4, અંજુમભાઇ છોટુભાઇ ચૌહાણ (જૂનાગઢ)
5, સાહીલ ઉર્ફે કારીયો ગફારભાઇ સમા (જૂનાગઢ)
305 કરોડનું ફ્રોડ અને આંતરરાષ્ટ્રીય કનેક્શન
પોલીસે જ્યારે આ 52 શંકાસ્પદ ખાતાઓની વિગતો ’ગઈઈછઙ’ પર તપાસી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ ખાતાઓ સાથે દેશભરમાંથી કુલ 192 સાયબર ફ્રોડની ફરિયાદો જોડાયેલી હતી, જે મુજબ અંદાજે રૂપિયા 3,05,27,55,224 (ત્રણ અબજ પાંચ કરોડથી વધુ)નું સાયબર ફ્રોડ થયેલું જણાયું હતું. આ 52 એકાઉન્ટ્સમાં અત્યાર સુધીમાં સાયબર ફ્રોડના કુલ રૂપિયા 9,43,70,335 જમા થયા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
સાઇબર ફ્રોડની દુબઈ સુધી જતી મોડસ ઓપરેન્ડી
આરોપીઓ ગરીબ કે મધ્યમ વર્ગના લોકોના બેંક એકાઉન્ટ્સ કમીશન આપીને મેળવતા અથવા ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા જ આરોપીઓ અથવા તેમના મળતિયાઓ એટીએમ કે ચેક દ્વારા નાણાં ઉપાડી લેતા હતા. તમામ આરોપીઓ પોતાનું કમીશન કાપી બાકીની રકમ આંગણિયા મારફતે મોકલતા હતા. આ રોકડ રકમને આખરે ઞજઉઝ (ક્રિપ્ટોકરન્સી) માં રૂપાંતરિત કરી દુબઈ ખાતે બેઠેલા માસ્ટરમાઈન્ડને મોકલી આપવામાં આવતી હતી. તપાસમાં દુબઈ સ્થિત ઈરફાન જાદુગર નામના શખ્સની સંડોવણી પણ સામે આવી છે.



