કોરાટ ચોકથી ટીલાળા ચોક તરફ જતા માર્ગ પર બનાવ બન્યો
પારડી નજીક આઉટર રીંગ રોડના કામ દરમિયાન અકસ્માત સર્જાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગરોડ પર ટીલાળા ચોક નજીક બેઠો પુલ બનાવવાનું કામ ચાલુ છે અને આ પુલનો સ્લેબ ગઈકાલે બેસી જતા તેને તોડી દૂર કરવા માટેની કામગીરી ચાલુમાં છે જો કે રૂડાના અધિકારીઓ દ્વારા આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે સ્લેબ નામી ગયેલો દેખાતા અમારા એન્જીનીયર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી જેથી અમારા દ્વારા સ્લેબને તોડી ફરીથી બનાવવા સૂચના આપવામાં આવી હતી. હાલ સ્લેબ દૂર કરી ફરીથી આગળ કામગીરી શરૂ કરવામાં આવશે. આ ઘટનાના પગલે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. રાજકોટ રૂડાના ઈઊઘ જી.વી.મીયાણીએ જણાવ્યું હતું કે, સ્લેબનો ટોટલ વજન અંદાજિત 200 ટનનો હોઈ છે જેનો ટેકો સેટલ થતા સ્લેબ નમ્યો હતો. પૂલ નવો બનાવવા માટે કામ હાલ ચાલુ જ છે અને પુલ પણ બંધ છે. સ્લેબ દૂર કરવામાં લગભગ એક દિવસ જેટલો સમય લાગે છે. સ્લેબ દૂર થઇ જાય પછી ફરી પુલની આગળની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
પુલનો સ્લેબ નમી જતા તોડીને ફરીથી નવો બનાવવા સૂચના આપી હોવાનો રૂડાના ઈઊઘનો ખુલાસો
- Advertisement -
નવા રિંગરોડને ફોરટ્રેક બનાવવા કામગીરી ચાલુંમા
રાજકોટ મનપા દ્વારા રીંગ રોડ-2ને ફોરટ્રેક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જામનગર હાઇવેથી સ્માર્ટ સીટી સુધી 26.13 કરોડ, સ્માર્ટ સીટીથી કટારીયા ચોક સુધી 39.67 કરોડ અને કટારીયા ચોકથી કણકોટ સુધીનો રસ્તો 27.50 કરોડના ખર્ચે ડેવલપ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. પ્રથમ ટેન્ડરમાં 2.1 કિ.મી., બીજા ટેન્ડરમાં 3.9 કિ.મી. અને ત્રીજા ટેન્ડરમાં 2.79 કિ.મી.નું કામ કરવા માટે નક્કી કરવામાં આવ્યું છે.
ટેકાનું વેલ્ડિંગ તૂટી જતાં ટેકો ચાર ઇંચ બેસી ગયો હતો
એમએમકે ક્ધટ્રકશન કંપનીના ડાયરેકટર મિતેષ પટેલે જણાવ્યુ હતુ કે ક્રોંકીટ કામ દરમિયાન એન્જિનિયરને જાણ થઇ કે ચાર ઇંચ ટેકો બેસી ગયો હતો કારણ કે ટેકાનું વેલ્ડીંગ તૂટી ગયુ હતું જેથી ક્રોંકીટ લેવલ ચાર ઇંચ જેટલું બેસી ગયુ હતું. આમ આ બાબતે એન્જિનિયર અને અધિકારીઓએ મિટીંગ કરી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભવિષ્યમાં કોઇ જાનહાની ન થાય તે માટે તાત્કાલીક ધોરણે ડિસમેન્ટલ કરવું. આમ નિર્ણય બાદ ડિસમેન્ટલની કામગીરી હાથ ધરવામાં આવી છે.



